AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રાઝિલમાં ભારે વરસાદે મચાવી તબાહી, ભૂસ્ખલનથી 94 લોકોના થયા મોત, ગુમ થયેલા લોકોને શોધવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

બ્રાઝિલના (Brazil) રિયો ડી જાનેરો (Rio de Janeiro) રાજ્યના પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 94 થઈ ગયો છે.

બ્રાઝિલમાં ભારે વરસાદે મચાવી તબાહી, ભૂસ્ખલનથી 94 લોકોના થયા મોત, ગુમ થયેલા લોકોને શોધવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Heavy rain in Brazil
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 12:01 PM
Share

બ્રાઝિલના (Brazil) રિયો ડી જાનેરો (Rio de Janeiro) રાજ્યના પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદ (Heavy Rainfall) બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 94 થઈ ગયો છે. સ્થાનિક અધિકારીઓએ જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી સામે આવી છે. વરસાદ આપત્તિજનક સાબિત થયો છે. ઘણા ઘરો ધરાશાયી થયા છે અને ઘણા લોકો લાપતા હોવાનું કહેવાય છે. લોકોને બચાવવા માટે સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, આ કુદરતી આફતથી સૌથી વધુ પ્રભાવિત પેટ્રોપોલિસમાં હજુ પણ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અહીંના મેયર રુબેન્સ બોમટેમ્પોનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધીમાં 21 લોકોને સુરક્ષિત બચાવવામાં સફળતા મળી છે.

2011માં ભારે વરસાદને કારણે આ પ્રદેશમાં સેંકડો લોકોના મોત થયા હતા. રાહત અને બચાવ કામગીરી વચ્ચે, 49 વર્ષીય રોઝેલીન વર્જિલિયો બુધવારે રડવાનું રોકી શક્યા નહીં કારણ કે, તેણીને કાટમાળ નીચે ફસાયેલી એક મહિલાના રડવાનું યાદ આવ્યું જેને તે બચાવી શકી ન હતી. તેમણે કહ્યું, “ગઈકાલે એક મહિલા મદદ માટે બૂમો પાડી રહી હતી. મને અહીંથી બહાર કાઢો, પરંતુ અમે કંઈ કરી શક્યા નહીં. પાણી અને માટીનો કાટમાળ ધસી રહ્યો હતો. કમનસીબે આપણું શહેર બરબાદ થઈ ગયું છે.”

ગવર્નર ક્લાઉડિયો કાસ્ત્રોએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે તે “યુદ્ધ જેવી સ્થિતિ” છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કાટમાળ હટાવવા માટે તેમને પડોશી રાજ્યોમાંથી ભારે મશીનરી સહિતની તમામ શક્ય મદદ મળી રહી છે. તે જ સમયે, સ્પુટનિક ન્યૂઝ એજન્સીએ મીડિયા અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે, લગભગ 80 લોકોના મોત થયા છે, જ્યારે 54 મકાનો આપત્તિથી નાશ પામ્યા છે. રશિયન સમાચાર એજન્સીએ G1 બ્રોડકાસ્ટરને ટાંકીને જણાવ્યું હતું કે, સિવિલ પ્રોટેક્શન સર્વિસ દ્વારા 24 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 35 લોકો ગુમ છે.

180 સૈનિકો બચાવ કામગીરીમાં જોડાયા

રાજ્યના અગ્નિશમન વિભાગે મંગળવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બચાવ કામગીરીમાં 180 સૈનિકો સામેલ છે. વિભાગે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દિવસના ત્રણ કલાકમાં 25.8 સેમી વરસાદ નોંધાયો હતો, જે અગાઉના 30 દિવસમાં પડેલા વરસાદની બરાબર છે. રશિયાની મુલાકાતે આવેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ ટ્વિટ કર્યું કે, તેમણે તેમના મંત્રીઓને વરસાદથી પ્રભાવિત લોકોને તાત્કાલિક મદદ કરવા સૂચના આપી છે.

આ પણ વાંચો: Infosys મોટી સંખ્યામાં ભરતી કરશે, 55 હજારથી વધુ ફ્રેશર્સને રોજગાર આપવાની તૈયારી

આ પણ વાંચો: JEE Mains 2022: આ વર્ષે ચાર વખત નહીં લેવાય JEE મેઈન્સ પરીક્ષા, માત્ર બે જ પ્રયાસ મળશે? વાંચો નવીનતમ અપડેટ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">