JEE Mains 2022: આ વર્ષે ચાર વખત નહીં લેવાય JEE મેઈન્સ પરીક્ષા, માત્ર બે જ પ્રયાસ મળશે? વાંચો નવીનતમ અપડેટ
એન્જિનિયરિંગ યુજી એડમિશન 2022 માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા મુખ્ય એટલે કે, JEE મેઈન્સ 2022નું શેડ્યૂલ હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી. હજુ સુધી આ પરીક્ષાને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તરફથી કોઈ અપડેટ આવ્યું નથી.
NTA JEE Mains 2022 Exam: એન્જિનિયરિંગ યુજી એડમિશન 2022 માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા મુખ્ય એટલે કે, JEE મેઈન્સ 2022નું શેડ્યૂલ હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી. ગયા વર્ષે કરવામાં આવેલા ફેરફારો અનુસાર, JEE મેઇનની પરીક્ષા વર્ષમાં ચાર વખત યોજાવાની છે. જેઇઇ મેઇનનું પ્રથમ સત્ર ફેબ્રુઆરી 2022 (JEE Main February 2022)માં થવુ જોઇએ. પરંતુ હજુ સુધી આ પરીક્ષાને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તરફથી કોઈ અપડેટ આવ્યું નથી. હવે રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે વિદ્યાર્થીઓને JEE મેઇન માટે ચાર પ્રયાસો આપવામાં આવશે નહીં. જો કે, NTAએ આ અંગે કોઈ સત્તાવાર સૂચના જાહેર કરી નથી. JEE Mains 2022ના નવીનતમ અપડેટ્સ વાંચો..
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, JEE મેઈન પરીક્ષા 2022માં ચારની જગ્યાએ માત્ર બે ચાન્સ હશે. NTA એપ્રિલ અને મે 2022માં જ પરીક્ષા યોજવાની તૈયારી કરી રહ્યું છે. એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ 2022માં કોઈ સત્ર નહીં હોય.
JEE Mains 2022: અપડેટ શું છે
અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ‘શિક્ષણ મંત્રાલય (Education Ministry) અને NTA વચ્ચે ચર્ચા ચાલી રહી છે. કારણ સંજોગો હતા. કોવિડ 19 ની બીજી લહેરમાં, પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ હતી. પરંતુ હવે પરિસ્થિતિ સુધરી છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, JEE મેઈન્સ 2022માં બે પ્રયાસો પૂરતા અને વિદ્યાર્થીઓના હિતમાં રહેશે.
પ્રયાસોની સંખ્યા ઘટાડવા માટે સૂત્રો દ્વારા આપવામાં આવેલ બીજું કારણ એ છે કે ‘CBSE બોર્ડ પરીક્ષા 2022 સહિત અન્ય પરીક્ષાઓમાં વિલંબ થઈ રહ્યો છે’. CBSE ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થશે. આવી સ્થિતિમાં પ્રવેશ પરીક્ષા લેવા માટે ઓછો સમય બચશે.
JEE Mains 2022 form: JEE મેઇન્સ 2022 ફોર્મ ક્યારે આવશે?
રિપોર્ટમાં જણાવાયું છે કે, JEE મેઇન્સ 2022 પરીક્ષા માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા આ મહિનાના અંત સુધીમાં એટલે કે, ફેબ્રુઆરી 2022 સુધીમાં શરૂ કરવામાં આવશે. જો કે, પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી NTAએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર સમર્થન આપ્યું નથી.
આ પણ વાંચો: મુંબઈ : EDએ દાઉદ ઈબ્રાહિમ અને તેના સંબંધીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો, જાણો સમગ્ર વિગત