2020માં કોરોનાના લીધે નહીં યોજાય હજ યાત્રા, 2.13 લાખ લોકોના રુપિયા સરકાર આપશે પરત

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મંગળવારના રોજ જાણકારી આપી કે કોરોના વાઈરસના લીધે હજ યાત્રા પર કોઈને મોકલવામાં આવશે નહીં. વધુમાં તેઓએ ઉમેર્યું કે હજ-2020 માટે જે એપ્લિકેશન આવ્યા છે એવા 2 લાખ લોકોને તેમના પૈસા પરત કરવામાં આવશે. ઉપરાંત તેઓએ ઉમેર્યું મહેરમ વિના જે મહિલાઓએ અરજી કરી છે તે 2300 મહિલાએ ફરીથી અરજી કરવાની […]

2020માં કોરોનાના લીધે નહીં યોજાય હજ યાત્રા, 2.13 લાખ લોકોના રુપિયા સરકાર આપશે પરત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:39 PM

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મંગળવારના રોજ જાણકારી આપી કે કોરોના વાઈરસના લીધે હજ યાત્રા પર કોઈને મોકલવામાં આવશે નહીં. વધુમાં તેઓએ ઉમેર્યું કે હજ-2020 માટે જે એપ્લિકેશન આવ્યા છે એવા 2 લાખ લોકોને તેમના પૈસા પરત કરવામાં આવશે. ઉપરાંત તેઓએ ઉમેર્યું મહેરમ વિના જે મહિલાઓએ અરજી કરી છે તે 2300 મહિલાએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં. તેઓ જ્યારે હજ યાત્રા શરૂ થશે ત્યારે જઈ શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

hajj-2020-cancelled-indians-will-not-go-to-hajj-this-year-union-minister-mukhtar-abbas-naqvi 2020 ni hajj yatra ne bharat sarkar ae kri didhi cancel jano vigat

આ પણ વાંચો :  VIDEO: સુરતમાં પોલીસકર્મી દ્વારા મહિલા બેન્કકર્મી પર હુમલો, લુખ્ખાગીરી કરતા પોલીસકર્મીને કરાયો સસ્પેન્ડ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આઝાદી બાદ પ્રથમવાર હજ યાત્રા કોરોના વાઈરસના લીધે કરવામાં આવી રદ

મુખ્તાર અબ્બાસ નકવીએ ઉમેર્યું છે કે તેઓએ સઉદી અરબના નિર્ણયનું સન્માન કર્યું છે. સઉદી અરબના હજ મંત્રીએ ભારત સરકારને ફોન કરીને વિનંતી કરી હતી કે આ વર્ષે હજ માટે ભારતથી યાત્રીઓને કોરોનાની મહામારી હોવાથી ના મોકલવામાં આવે. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આઝાદ ભારતમાં પ્રથમવાર આ વર્ષે યાત્રીઓ હજ જઈ શકશે નહીં.

hajj-2020-cancelled-indians-will-not-go-to-hajj-this-year-union-minister-mukhtar-abbas-naqvi 2020 ni hajj yatra ne bharat sarkar ae kri didhi cancel jano vigat

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હજ યાત્રા માટે 2.13 લાખ લોકોએ કરી હતી અરજી નકવીએ આંકડાકીય માહિતી આપતાં કહ્યું કે હજ-2020 માટે 2 લાખ 13 હજાર અરજીઓ પ્રાપ્ત થઈ હતી. જેને પણ અરજી કરી છે તેના પૈસા કોઈપણ કપાત વગર તાત્કાલિક પરત આપવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ રુપિયા ડીબીટીના માધ્યમથી લોકોના ખાતામાં પરત મોકલવામાં આવશે. જો આગામી વર્ષે ફરીથી હજ યાત્રા શરૂ કરવામાં આવશે તો તેમને ફરીથી અરજી કરવાની રહેશે. નકવીએ જાણકારી આપી કે 2019માં 2 લાખ ભારતીય મુસ્લિમોએ હજ યાત્રા કરી હતી. ઉલ્લેખનીય છે કે સઉદી અરબ હજ એન્ડ ઉમરા મંત્રાલયે એક નિવેદન આપ્યું છે કે કોરોના વાઈરસની મહામારીના લીધે જ્યાં પણ ભીડ એકઠી થઈ રહી છે એવી તમામ ધાર્મિક યાત્રાઓને સ્થિગત કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">