AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને, ખાસ વિમાન દ્વારા સરકાર લાવશે સ્વદેશ

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકાર ઈવેક્યુએશન ફ્લાઈટ્સ શરૂ કરશે. આ ખાસ વિમાનનો ખર્ચ સરકાર પોતે ઉઠાવશે.

યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને, ખાસ વિમાન દ્વારા સરકાર લાવશે સ્વદેશ
India will arrange evacuation flights for Indian nationals in Ukraine (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 3:41 PM
Share

યુક્રેન (Russia Ukraine war) પર રશિયાના સતત હુમલાઓને કારણે દેશની આંતરિક પરિસ્થિતિમાં વિકટ બની ગઈ છે. સ્થાનિક નાગરિકોની સાથે ભારતીય લોકોનું જીવન પણ ત્યાં સતત જોખમમાં આવી ગયુ છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોના સ્થળાંતર માટેની ખાસ ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે લોકોને યુક્રેનથી પરત લાવવાનો ખર્ચ સરકાર પોતે ઉઠાવશે.

સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે રશિયાના આક્રમણને પગલે યુક્રેને ગુરુવારે તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી. જે બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટને અધવચ્ચેથી પરત ફરવાની ફરજ પડી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર યુક્રેનના પડોશી દેશો મારફતે ભારતીયોને પરત લાવવાના માર્ગો પર ચર્ચા કરી રહી છે. જો કે, આ ફ્લાઈટ્સની સમય મર્યાદા શું હશે તે હજુ સુધી જાણી શકાયું નથી.

યુક્રેનમાં ભારતીય દૂતાવાસ અનુસાર, હાલમાં યુક્રેનના વિવિધ ભાગોમાં લગભગ 15,000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. જેમ જેમ તણાવ વધતો ગયો અને રશિયન આક્રમણનો ખતરો વધુ વાસ્તવિક બન્યો, ત્યારે દૂતાવાસે એક ઓનલાઈન ફોર્મ પ્રસારિત કર્યું. જે અંતર્ગત યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ

Vladimir Putin Biography: સામાન્ય પરિવારમાંથી આવે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, જાણો તેની કેટલીક ખાસ વાતો

આ પણ વાંચોઃ

Ukraine Crisis: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનમાં 69 વર્ષની ઉંમરે પણ 30 વર્ષના યુવાન જેવી સ્ફૂર્તિ, જાણો તેની ફિટનેસનું રહસ્ય

Follow Us
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
g clip-path="url(#clip0_868_265)">