કૃષિ કાયદા વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદી ગોપાલસિંહ ચાવલા પાકિસ્તાનમાં કાઢશે ટ્રેક્ટર રેલી

કૃષિ કાયદા વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદી ગોપાલસિંહ ચાવલા પાકિસ્તાનમાં કાઢશે ટ્રેક્ટર રેલી
gopal singh chawla

ચાવલા ભારતીય ખેડુતોના અસંતોષને ભડકાવવા માટે ટ્રેક્ટર રેલી કાઢવા જઈ રહ્યો છે. ચાવલાએ આના સમર્થનમાં બે મિનિટનો વીડિયો પણ જાહેર કર્યો છે.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 10, 2021 | 4:16 PM

ભારતમાં ચાલી રહેલા કૃષિ કાયદા વિરોધનો ફાયદો ઉઠાવવાનો રસ્તો હવે પાકિસ્તાને શોધી લીધું છે. જી હા વૈશ્વિક સ્થરે આ મામલો ચર્ચામાં આવ્યો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે ખાલિસ્તાની આતંકી અને લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઇદનો સહયોગી ગોપાલસિંહ ચાવલા પાકમાં ટ્રેક્ટર રેલી કાઢશે. જેણે જાહેરાત કરી છે કે તે ભારત સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધ પાકિસ્તાનમાં ભારતીય સરહદ પર ટ્રેક્ટર રેલી કાઢશે. ચાવલાની ઘોષણાથી સામે આવ્યું છે કે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ભારતના ખેડૂતોના મુદ્દાને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે. ISI પણ ચાવલાને સમર્થન અપાતી રહી છે.

ચાવલા ભારતીય ખેડુતોના અસંતોષને ભડકાવવા માટે ટ્રેક્ટર રેલી કાઢવા જઈ રહ્યો છે. ચાવલાએ આના સમર્થનમાં બે મિનિટનો વીડિયો પણ જાહેર કર્યો છે. ગોપાલસિંહ ચાવલાએ આ ટ્રેક્ટર રેલીના સમર્થનમાં પાકિસ્તાના લોકોનો ટેકો માંગ્યો છે. આ ટ્રેક્ટર રેલી નનકાના સાહિબથી શરૂ થઈને ભારતીય સરહદ નજીક વાઘા બોર્ડર તરફ જશે. આ પહેલીવાર નથી જ્યારે ચાવલાએ ભારતના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હોય.

હાફિઝ સઇદનો ખુબ નજીકી છે ચાવલા ભારતે વર્ષ 2018 માં પાકિસ્તાનને એક ડોઝિયર આપ્યું હતું. જેમાં કહ્યું હતું કે ચાવલા ભારતીયોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચાવલાના પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઇદ સાથે ગાઢ સંબંધો છે. પાકિસ્તાનમાં પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુની ગોપાલ ચાવલા સાથેની તસવીરો સામે આવ્યા પછી તેણે કહ્યું હતું કે ભારત મારા વિશે શું વિચારે છે તેની મને પરવાહ નથી.

હાફિઝ સઇદને માને છે મસીહા

NBTએ જ્યારે ચાવલાનો સંપર્ક કર્યો ત્યારે તેણે સ્પષ્ટ કહ્યું કે, ‘ભારત મને આતંકવાદી માને છે, તેથી હા હું આતંકવાદી છું’. ચાવલાએ મુંબઈ હુમલાના મુખ્ય સૂત્રધાર હાફિઝ સઇદની નજીક હોવાનું પણ કબૂલ્યું હતું. જ્યારે ચાવલાને પૂછવામાં આવ્યું કે એક તરફ તે સંપ્રદાયની વાત કરે છે અને બીજી બાજુ તેણે હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ સાથે ફોટા પડાવે છે. ત્યારે તેણે કહ્યું હતું કે હાફિઝ સઇદ તેની અને પાકિસ્તાનીઓની નજરમાં મસીહા છે. ચાવલાએ માનવાનો ઇનકાર કર્યો કે બ્રિટનના કેટલાક ઉગ્રવાદી શીખ સંગઠનોએ પાકિસ્તાનમાં ઓફિસો ખોલી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati