તમને ખબર છે ગુગલના CEO સુંદર પિચાઈનો કેટલો છે પગાર ?

સુંદર પિચાઈ ( Sundar Pichai ) 42 વર્ષની ઉમરે જ, ગુગલના સીઈઓ બની ગયા હતા. આજે વિશ્વમાં સફળતાના શિખર પર બિરાજમાન સુંદર પિચાઈએ, 17 વર્ષની ઉમરે જ આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી.

તમને ખબર છે ગુગલના CEO સુંદર પિચાઈનો  કેટલો છે  પગાર ?
ગુગલના સીઈઓ સુંદર પિંચાઈ

વિશ્વના નંબર વન સર્ચ એન્જિન ગૂગલના ( Google ) સીઈઓ સુંદર પિચાઇ ( Sundar Pichai )  12 જુલાઈએ તેમનો 49 મો જન્મદિવસ ( Sundar Pichai Birthday ) ઉજવશે. ભારતીય મૂળના પિચાઇનો જન્મ 12 જુલાઈ, 1972 ના રોજ તામિલનાડુમાં થયો હતો. 10 ઓગસ્ટ, 2015 ના રોજ, તેઓ ગૂગલ કંપનીના સીઈઓ તરીકે નિમાયા હતા. ઉપરાંત, પિચાઈ હાલમાં ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઈઓ પણ છે. ડિસેમ્બર 2019 માં તેમને, ગુગલની સાથે સાથે આલ્ફાબેટના સીઈઓની જવાબદારી સોંપવામાં આવી હતી.

આલ્ફાબેટના સીઈઓ બન્યા બાદ સુંદર પિચાઈનો પગાર પણ વધ્યો છે અને આજે તે વિશ્વના સૌથી વધુ વેતન મેળવનારા સીઈઓ છે. વર્ષ 2020 દરમિયાન સુંદર પિચાઈનો બેઝીક વેતન ( salary ) આશરે 15 કરોડ રૂપિયા ( યુએસ 2 મિલિયન ડોલર ) હતું. આ સિવાય તેને અન્ય ભથ્થાં તરીકે લગભગ 37 કરોડ ( 5 મિલિયન) મળે છે. જો આ બંનેને જોડવામાં આવે તો તેમનો કુલ પગાર આશરે 52 કરોડ રૂપિયા થાય છે.

આલ્ફાબેટના સીઈઓ બન્યા પછી પગાર વધ્યો
આલ્ફાબેટના સીઈઓ બન્યા પછી સુંદર પિચાઇના પગારમાં ( salary ) ઘણો વધારો થયો છે. આ પહેલા, તે ફક્ત ગુગલના સીઈઓ તરીકે કામ કરતા હતા. આ દરમિયાન, વર્ષ 2019 માં તેમનો પગાર આશરે 4.8 કરોડ રૂપિયા ( 6.5 લાખ ડોલર) હતો. આ સિવાય તેમને અન્ય ભથ્થા તરીકે આશરે 24 કરોડ રૂપિયા (યુએસ 3.3 મિલિયન ડોલર) આપવામાં આવ્યા હતા.

વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોમાં પિચાઈ

દર વર્ષની જેમ જ, ટાઇમ મેગેઝિન 2020 માં વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી હતી. જેમાં વ્યવસાય જગત ક્ષેત્રમાંથી સુંદર પિચાઈનું નામ વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં હતુ. સુંદર પિચાઇ છેલ્લા 16 વર્ષથી ગૂગલમાં કામ કરી રહ્યા છે અને વિશ્વની સૌથી મૂલ્યવાન ટેક કંપની, ગૂગલના સીઈઓ તરીકે લાખો ભારતીયો માટે પ્રેરણાસ્ત્રોત સમાન પણ છે.

મદ્રાસ-ખડકપુરમાં લીધુ શિક્ષણ

સુંદર પિચાઈનો જન્મ 1972 માં તમિલનાડુ થયો હતો. સુંદરના પિતા બ્રિટિશ કંપની જીઈસીમાં એન્જિનીયર હતા. પિચાઇએ ચેન્નાઇથી દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તેઓ, આઈઆઈટી ખડગપુર (1989-93) થી મેટલર્જિકલ એન્જિનીયરીગની ડિગ્રી મેળવી હતી. સુંદર પિચાઈ હંમેશા તેની બેચનો ટોપર રહેતો હતો. અંતિમ પરીક્ષામાં, તેણે તેની બેચમાં ટોચનું સ્થાન મેળવ્યું અને સિલ્વર મેડલ મેળવ્યો. આઈ.આઈ.ટી. માં અભ્યાસ પૂરો કર્યા પછી, પિચાઈ વધુ અભ્યાસ માટે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગયા હતા. અને ત્યા જ સ્થિર થયા.