AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પહેલા ‘ટેરિફ પર ટેરિફ’ અને હવે ‘મોદી એક મહાન વડાપ્રધાન છે’… ટ્રમ્પ ખરેખરમાં ઠંડા પડ્યા કે પછી આ તેની કોઈ નવી ચાલ છે?

હાલમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું અને 50% ટેરિફ લગાવ્યું. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પે પીછેહઠ કરી છે અને મોદી મારા સારા મિત્ર રહેશે, એવું કહ્યું છે. હવે આ વાત ખરેખરમાં સાચી છે કે પછી આની પાછળ ટ્રમ્પની કોઈ ચાલ છે?

પહેલા 'ટેરિફ પર ટેરિફ' અને હવે 'મોદી એક મહાન વડાપ્રધાન છે'... ટ્રમ્પ ખરેખરમાં ઠંડા પડ્યા કે પછી આ તેની કોઈ નવી ચાલ છે?
| Updated on: Sep 06, 2025 | 6:11 PM
Share

ભારતને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ હવે નરમ પડી રહ્યું છે. ભારત-અમેરિકાના સંબંધોને ખાસ ગણાવતા ટ્રમ્પે કહ્યું કે, પીએમ મોદી હંમેશા તેમના મિત્ર રહેશે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે, તેમને પીએમ મોદીના કેટલાક નિર્ણયો ગમ્યા નથી પરંતુ તેનો અર્થ એ નથી કે મિત્રતામાં ખટાશ આવી છે.

‘ટ્રેડ ટોક’ પર ટ્રમ્પે કરી આ વાત

ટ્રેડ ટોક પર ટ્રમ્પે કહ્યું કે, ભારત સાથે સારી રીતે વાતચીત ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કડક વલણ અપનાવ્યું હતું. જો કે, હવે ટ્રમ્પનું વલણ નરમ પડવા લાગ્યું છે. ટ્રમ્પે ભારત-અમેરિકાના સંબંધોને “ખૂબ જ ખાસ” ગણાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા તેમના મિત્ર રહેશે.

મોદીના કેટલાક નિર્ણયો ગમ્યા નથી: ડોનાલ્ડ ટ્રમ્પ

સમાચાર એજન્સી ANI અનુસાર ટ્રમ્પે કહ્યું કે, મને PM મોદીના કેટલાક નિર્ણયો ગમ્યા નથી પરંતુ આનો અર્થ એ નથી કે અમે મિત્ર નહીં રહીએ. ANI એ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, શું તેઓ ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે?

હવે આના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, “હા હું હંમેશા ઈચ્છીશ. PM મોદી અને હું હંમેશા મિત્રો રહ્યા છીએ. તેઓ એક મહાન વડાપ્રધાન છે. અમે હંમેશા મિત્રો રહીશું પરંતુ એક સમયે મને તેમના કેટલાક નિર્ણયો ગમ્યા નહીં. જો કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. ચિંતા કરવાની કોઈ વાત નથી.”

ટ્રમ્પ કોનાથી ‘નાખુશ’ છે?

ભારત સાથે ટ્રેડ ટોક વિશે વાત કરતા ટ્રમ્પ કહે છે કે, બંને દેશોની વચ્ચે વાતચીત સારી રીતે ચાલી રહી છે. ટ્રમ્પે કહ્યું કે, “ભારત સાથે ટ્રેડ ટોક સારી રીતે ચાલી રહી છે અને બીજા ઘણા દેશો સાથે પણ વાતચીત સારી રીતે ચાલી રહી છે. જો કે, અમે યુરોપિયન યુનિયનથી નાખુશ છીએ, જેણે ગૂગલ પર દંડ લાદ્યો છે.”

પીએમ મોદી સાથે સારા સંબંધો છે: ડોનાલ્ડ ટ્રમ્પ

SCO સમિટ પછી ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે, ‘અમે ભારતને રશિયા અને ચીન સામે ગુમાવી દીધું. આ વિશે વાત કરતા ટ્રમ્પ કહે છે, “મને નથી લાગતું કે હજી સુધી આવું કઈ થયું છે પણ હું રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતથી ગુસ્સે છું. મેં તેમને આ વાત કહી અને તેમના પર ભારે ટેરિફ પણ લગાવ્યા પરંતુ તમે જાણો છો કે, મારા પીએમ મોદી સાથે સારા સંબંધો છે. તેઓ થોડા મહિના પહેલા અહીં આવ્યા હતા અને અમે સાથે રોઝ ગાર્ડનની મુલાકાત પણ લીધી હતી.”

આ પણ વાંચોઃ ભારત, ચીન અને રશિયાને એકસાથે જોઈને અકળાયા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું-ભારત ટેરિફ ઓછી કરવા માંગે છે, પરંતુ હવે બહુ મોડું થયું

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">