AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તુર્કી અને સીરિયામાં ભૂકંપની ભવિષ્યવાણી કરનાર ડચ સંશોધકે ભારતને લઈને આપી ચેતાવણી, જુઓ Video

ડચ સંશોધક ફ્રેન્ક હુગરબીટ્સે (Frank Hoogerbeets) ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિશે ભવિષ્યવાણી કરી છે. ફ્રેન્ક હગરબીટ્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અફઘાનિસ્તાનમાં મોટા ભૂકંપની ભવિષ્યવાણી કરતા જોવા મળી રહ્યા છે.

તુર્કી અને સીરિયામાં ભૂકંપની ભવિષ્યવાણી કરનાર ડચ સંશોધકે ભારતને લઈને આપી ચેતાવણી, જુઓ Video
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 8:11 PM
Share

તુર્કી અને સીરિયામાં સોમવારે જે ભૂકંપમાં હજારો લોકો માર્યા ગયા હતા તેની ભવિષ્યવાણી સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સે પહેલેથી જ કરી હતી. ભૂકંપીય ગતિવિધીનો અભ્યાસ કરનાર સોલર સિસ્ટમ જીઓમેટ્રી સર્વે (SSGEOS) ના એક સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સએ વિનાશક ભૂકંપના ત્રણ દિવસ પહેલા ટ્વિટર પર ભવિષ્યવાણી કરી હતી કે આજે અથવા કાલે દક્ષિણ-મધ્ય તુર્કી (તુર્કી), જોર્ડન, સીરિયા અને લેબનોન આસપાસના વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે. ફ્રેન્ક હૂગરબીટ્સે ભારત વિશે પણ આવી જ ભવિષ્યવાણી કરી છે.

ડચ સંશોધક ફ્રેન્ક હુગરબીટ્સે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિશે સમાન ભવિષ્યવાણી કરી હતી. ફ્રેન્ક હગરબીટ્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અફઘાનિસ્તાનમાં મોટા ભૂકંપની ભવિષ્યવાણી કરતો જોવા મળી રહ્યો છે. ડચ સંશોધકનું અનુમાન છે કે ભૂકંપીય ગતિવિધી ભારત અને પાકિસ્તાનમાંથી પસાર થશે અને અંતે હિંદ મહાસાગરમાં સમાપ્ત થશે.

અહીં જુઓ વીડિયો

ભારત માટે પણ કરી ભવિષ્યવાણી

ફ્રેન્ક હૂગરબીટ્સ એ સૂર્યમંડળ ભૌમિતિક સર્વેક્ષણના સંશોધક છે, જે ભૂકંપીય ગતિવિધી સંબંધિત અવકાશી પદાર્થોમાં ભૌમિતિક દેખરેખ માટે સંશોધન સંસ્થા છે. સંશોધક ફ્રેન્ક હ્યુગરબીટ્સે 3 ફેબ્રુઆરીએ જ કહ્યું હતું કે તુર્કી, જોર્ડન, સીરિયા અથવા લેબનોનમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ આવશે. સોમવારે જ્યારે તુર્કી અને સીરિયા સહિત 5 દેશોમાં વિનાશક ભૂકંપ આવ્યો, ત્યારે ફ્રેન્કનો દાવો વાયરલ થયો હતો.

આ પણ વાંચો : પાકિસ્તાન PM શાહબાઝને મહેમાન બનાવવાથી તુર્કીએ મનાઈ કરી ? શરીફે યાત્રા કરી સ્થગિત

આવી જ ભવિષ્યવાણી તેમને ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને લઈને પણ કરી છે, જેના કારણે હવે તણાવ વધી ગયો છે. જેમ કે, ભૂકંપ ગમે ત્યારે અને ગમે ત્યાં આવી શકે છે. તેની કોઈ ગેરંટી નથી. તે કુદરતી આફત છે. હાલમાં 24 જાન્યુઆરી, 2023 ના રોજ દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસ 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળના ગોત્રી-બાજુરા પાસે હતું. આ ભૂકંપના કારણે નેપાળમાં ઘણું નુકસાન થયું છે.

g clip-path="url(#clip0_868_265)">