આ દેશમાં સૂર્ય ક્યારેય નહીં થાય અસ્ત, ચાલી રહ્યુ છે યુદ્ધના ધોરણે કામ- વાંચો
એક સમય હતો જ્યારે બ્રિટનનો સૂર્ય મધ્યાહને તપતો હતો. બ્રિટન માટે એવુ કહેવાતુ કે તેનો સૂર્ય ક્યારેય અસ્ત નથી થતો. કારણ કે અનેક દેશોને તેણે ગુલામ બનાવ્યા હતા. પરંતુ આજના સમયમાં એક એવો પણ દેશ છે જ્યાં થોડા વર્ષો બાદ સૂર્ય ક્યારેય અસ્ત નહીં થાય અને એ દેશ તેના પર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યો છે. ત્યારે ક્યો છે એ દેશ અને કઈ ટેકનોલોજીની લેવાઈ રહી છે મદદ. જાણો વિગતવાર

ફ્રાન્સ વિશ્વનો સૌથી વિકસીત અને શક્તિશાળી દેશો પૈકીનો એક છે. આજકાલ તે એક અનોખી ટેકનોલોજી માટે ચર્ચામાં છે. ફ્રાન્સ ભારત સહિત અન્ય 30 દેશોની મદદથી એક એવો સૂર્યને બનાવવા જઈ રહ્યુ છે જે ક્યારેય અસ્ત નહીં થાય. આ સૂર્ય ક્યારેય ડૂબશે નહીં. આ ચમત્કાર સર્જવામાં ભારતનો પણ સિંહફાળો છે. ફ્રાન્સ તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, વૈજ્ઞાનિક પ્રગતિ અને સૈન્ય શક્તિ માટે જાણીતો છે. ટેકનોલોજીના ક્ષેત્રે હવે ફ્રાન્સ દુનિયા સમક્ષ નવો એક કિર્તિમાન સ્થાપવા જઈ રહ્યો છે. તાજેતરમાં પીએમ મોદી ફ્રાંસની મુલાકાતે ગયા ત્યારે તેમણે ITER પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ અનેક દેશોના સહયોગથી બની રહ્યો છે. જેમા ભારત મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. સૂર્યમાં જે પ્રકારે ઊર્જા ઉત્પન્ન થાય છે, આ પ્રોજેક્ટન ઉદ્દેશ્ય પણ એ જ પ્રકારે વીજળી ઉત્પન્ન કરવાનો છે. શું છે ITER પ્રોજેક્ટ? ફ્રાંસમાં આવેલી ITER...