AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેં સરકારને કહ્યું હતું, ચેતતા રહેજો આ વાજપેયીની નહીં, મોદી સરકાર છે : પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો ચોંકાવનારો ખુલાસો, જુઓ વીડિયો

ભારતમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા બાસિત અલીએ પાકિસ્તાન સ્થિત ન્યૂઝ ચેનલના ટોક શોમાં બોલતા કહ્યું હતું કે, મે 2014માં પાકિસ્તાનની તે સમયની સરકારને ચેતવી હતી કે, આ વાજપેયી વાળી નહીં પરંતુ મોદી સરકાર છે. તેનાથી ચેતતા રહેજો.

મેં સરકારને કહ્યું હતું, ચેતતા રહેજો આ વાજપેયીની નહીં, મોદી સરકાર છે : પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો ચોંકાવનારો ખુલાસો, જુઓ વીડિયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2025 | 3:59 PM
Share

પહેલગામ બૈસરન ખાતે ગત 22મી એપ્રિલના રોજ કરાયેલા હિચકારા આતંકી હુમલામાં 26 હિન્દુ પ્રવાસીઓના મોત થયા હતા. આ ઘટના બાદ, કાશ્મીર સહીત સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે પડઘા પડ્યા હતા. આ ઘટના એટલી ગંભીર હતી કે, સાઉદી અરેબિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી તેમનો પ્રવાસ ટુંકાવીને સ્વદેશ પરત પહોચ્યા હતા. આતંકવાદીઓએ મુસ્લિમ બાહુલ્ય ધરાવતા પ્રદેશ અને મુખ્યત્વે પ્રવાસન પ્રવૃતિ પર જ નિર્ભર એવા કાશ્મીરમાં હિન્દુ પ્રવાસીઓનુ ટાર્ગેટ કિલીગ કર્યું હતુ.

22 એપ્રિલ બાદ, ભારતે આતંકવાદી અને તેમને સાથ આપનારાઓનો સોથ વાળી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આતંકવાદની રહી સહી જમીન પણ જમીનદોસ્ત કરવાનો સમય આવી ગયો છે. આ વાતને સમગ્ર વિશ્વે ભારતને ટોકો આપ્યો હતો. જેના પગલે, પાકિસ્તાનના પગ નીચેથી જમીન સરકવા લાગી છે. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ એટલી તંગ છે કે ગમે તે ક્ષણે યુદ્ધ ફાટી નીકળે.

આવા સમયે, ભારતમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા બાસિત અલીએ પાકિસ્તાન સ્થિત ન્યૂઝ ચેનલના ટોક શોમાં બોલતા કહ્યું હતું કે, મે 2014માં પાકિસ્તાનની તે સમયની સરકારને ચેતવી હતી કે, આ વાજપેયી વાળી નહીં પરંતુ મોદી સરકાર છે. તેનાથી ચેતતા રહેજો. કાશ્મીર મુદ્દે તેઓ સહેજ પણ ઢીલાશ નહીં અપનાવે.

બાસિત અલીએ પાકિસ્તાનની સ્થાનિક ન્યૂઝ ચેનલના ટોક શોમાં વધુમાં કહ્યું હતું કે, 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધીમાં પાકિસ્તાનના તે સમયના વડાપ્રધાન નવાઝ શરીફ પણ આવ્યા હતા. ત્યાર બાદ કાશ્મીર મુદ્દે મોદી સરકાર કેવો રવૈયો અપનાવાશે તે ચકાસવા માટે મે ઓલપાર્ટી હુરિયર્ત કોન્ફરન્સની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મોદી સરકાર તરફથી કોઈ હાજર રહ્યું નહોતું. ત્યારથી જ મે પાકિસ્તાનની સરકારને કહ્યું હતું કે, આ વાજપેયીની નહીં પરંતુ મોદી સરકાર છે. ચેતતા રહેજો.

ભારતમાં રાજદૂત તરીકે ઘણા વર્ષો સુધી ફરજ બજાવી ચૂકેલા બાસિત અલીએ વર્ષો પછી આ ઘટનાનો પહેલીવાર ટેલિવિઝન શોમાં ખુલાસો કર્યો છે. આ ખુલાસો પણ એવ સમયે કરાયો છે કે જ્યારે પહેલગામ આતંકી હુમલા બાદ, કોઈ પણ સમયે બન્ને દેશ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે.

જુઓ આ વીડિયો જેમાં બાસિત અલી કહે છે કે, મે તત્કાલિન સરકારને મોદી સરકારથી ચેતવા માટે જણાવ્યું હતું.

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">