અમેરિકામાં ભારતીયોની હાજરી કોઇ પણ મોટી વાત નથી. મોટે ભાગે ભારતીયો વેપાર કે કામના અર્થે રહેલાં છે. પરંતુ હવે અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી, જે 2020માં યોજાવાની છે તેમાં હિન્દુ સાંસદ તુલસી ગેબાર્ડ મેદાનમાં ઉતરી શકે છે. જો આ શક્ય બનશે તો અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે તુલસી પહેલી હિન્દુ ઉમેદવાર બનશે.
હાલમાં તુલસીની ઓળખ યુએસ કોંગ્રેસમાં ડેમોક્રેટ પક્ષની હવાઇથી પહેલી હિન્દુ સાંસદ છે. તાજેતરમાં લૉસ એન્જેલિસમાં મેડટ્રોનિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય મૂળની ડૉ. સંપત શિવાંગીએ તુલસીનો પરિચય લોકો સાથે કરાવ્યો અને કહ્યું કે, 37 વર્ષની તુલસી 2020 માં અમેરિકામાં યોજરનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે.
તુલસી જ્યારે પહેલી વખત અમેરિકાની સંસદમાં પહોંચી ત્યારે તેણીએ હાથમાં ગીતા રાખીને સભ્યતાના શપથ લીધા હતા. તેણી ડેમોક્રેટિક પાર્ટીની રાષ્ટ્રીય સમિતિની ઉપાધ્યક્ષ રહી ચુકી છે. હાલમાં તેણી પોતાના કામના કારણે ઘણી ચર્ચામાં છે અને સંસદમાં વિદેશ મામલોની સમિતિની સભ્ય પણ છે.
જો કે તુલસી એ ચૂંટણીમાં ઊભા રહેવાની વાત સ્વીકારી કે નકારી નથી પરંતુ એવું જરૂર કહ્યું છે કે, ઔપચારિક જાહેરાત હજી સુધી કરવવામાં આવી નથી. તેના પર ટૂંક સમયમાં જાહેરાત થશે.
2020ની ચૂંટણીમાં હજી ઘણો સમય બાકી છે અને તેના માટે તુલસી અને તેની ટીમ દ્વારા યોગ્ય પ્રભાવશાળી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે અમેરિકામાં રહેતાં ભારતીય મૂળના લોકોની સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
તુલસી ગેબાર્ડ ભલે હિન્દુ હોય પરંતુ રસપ્રદ વાત એ છેકે તેણી ભારતીય મૂળની નથી. તેમના પિતા સમોઆ મૂળના કૈથોલિક માઇક ગેબાર્ડ છે જેઓ હવાઇના રાજ્ય સેનેટ મેમ્બર છે. તેમની માતા મૂળ કાકેશિયાના કરોલ પોર્ટર ગબાર્ડ છે. જેઓ હિન્દુ ધર્મનું પાલન કરે છે. તુલસીએ નાનાપણથી જ હિન્દુ ધર્મનું પાલન કરી રહ્યા છે. જો તુલસી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવે છે તો તે પહેલી હિન્દુ નેતા બનશે.