OMG ! ફેક્ટરીમાં કામ કરનાર એક સાધારણ કામદારની ખૂલી કિસ્મત, લોટરીમાં જીત્યા 20 કરોડ રૂપિયા
લોટરીમાં બમ્પર ઈનામ જીત્યા પછી, ઈયાને તેની ફેક્ટરીના માલિકને ફોન કર્યો અને તેને કહ્યું કે તે હવે કામ પર નહીં આવે કારણ કે તેણે £2 મિલિયનની લોટરી જીતી લીધી છે.
નસીબ દરેકને સાથ આપતું નથી, એ સાચું છે, પણ જેને સાથ આપે છે તે ક્ષણવારમાં અમીર બની જાય છે. પૈસાનો મોહ રાખનાર વ્યક્તિ અચાનક કરોડપતિ બની જાય છે. આવું જ કંઈક ઈંગ્લેન્ડમાં રહેતા એક વ્યક્તિ સાથે થયું છે. તેમનું આખું જીવન એક ફેક્ટરીમાં કામ કરીને વીત્યું, પરંતુ એક દિવસ તેમના નસીબે તેમનો સાથ આપ્યો અને રાતોરાત 20 કરોડનો માલિક બની ગયો. વાસ્તવમાં, તેણે લોટરીની (Lottery) ટિકિટ ખરીદી હતી, પરંતુ તેને ખબર નહતી કે આ ટિકિટ તેના નસીબની ચાવી છે, જે તેને રાતોરાત અમીર બનાવી દેશે.
ધ સનના અહેવાલ મુજબ, કાર્લિસલ (Carlisle), કુમ્બરિયાનો (Cumbria) રહેવાસી 61 વર્ષીય ઈયાન બ્લેક (Ian Black) એક ફેક્ટરીમાં કામ કરતો હતો. એક દિવસ તે નાઇટ શિફ્ટ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. પણ અચાનક તેના મનમાં વિચાર આવ્યો કે તેણે અખબાર ખરીદવું જોઇએ. તેથી તેણે એક દુકાનમાંથી અખબાર ખરીદ્યું. તે જ સમયે તેની નજર નેશનલ લોટરીની ટિકિટો પર પડી. પછી અચાનક, તેના મગજમાં શું આવ્યું કે તેણે સ્ક્રેચ ટિકિટ ખરીદી. જ્યારે તેણે તેને સ્ક્રેચ કરી, ત્યારે ખબર પડી કે તેને બમ્પર લોટરી લાગી ગઈ છે, જેના પછી તેની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં.
જ્યારે ઈયાન ઘરે પહોંચ્યો અને તેની પત્નીને આ વાત કહી તો પહેલા તો તેને વિશ્વાસ ન થયો, પરંતુ જ્યારે તેણે ટિકિટ નંબર સાથે સરખાવીને બતાવી તો તેને ખબર પડી કે તેમનું નસીબ ખરેખર બદલાઈ ગયું છે, એટલે કે તેણે લોટરી જીતી લીધી છે. ઈયાને કુલ 2 મિલિયન પાઉન્ડની લોટરી જીતી હતી, જે ભારતીય રૂપિયામાં 20 કરોડ રૂપિયાથી વધુ છે.
લોટરીમાં બમ્પર ઇનામ જીત્યા પછી, ઇયાને તેની ફેક્ટરીના માલિકને ફોન કર્યો અને કહ્યું કે તે હવે કામ પર નહીં આવે. આના પર તેના બોસે તેને પૂછ્યું કે, આવું કેમ, તો ઈયાને કહ્યું કે તેણે 2 મિલિયન પાઉન્ડની લોટરી જીતી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈયાન પાસે પોતાનું કોઈ ઘર નથી, તે ભાડા પર રહે છે, પરંતુ હવે તે જમીન ખરીદીને પોતાના સપનાનું ઘર બનાવવા માંગે છે. તેમના પરિવારમાં તેમના પત્ની ઉપરાંત પાંચ બાળકો અને 10 પૌત્રો છે. તેણે કહ્યું કે આ લોટરીએ તેના પરિવારનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.
આ પણ વાંચો –
નિયમોના ઉલાળિયા કરતા નેતાઓ આ સમાચાર જરૂરથી વાંચે, કોરોનાની સ્થિતિને જોતા ન્યુઝીલેન્ડના PM એ રદ કર્યા પોતાના લગ્ન
આ પણ વાંચો –