ફેસબુકને થઈ શકે છે 5 અરબ ડૉલરનો દંડ
ફેસબુકના ડેટા પ્રાઈવસીના મામલે ફેડરલ ટ્રેડ કમીશન(FTC) 3થી 5 અરબ ડૉલરનો દંડ લગાવી શકે છે. 2011માં ફેસબુકે FTCની સાથે કરાર કર્યો હતો. જેની હેઠળ સોશિયલ મીડિયા સાઈટને ડેટા શેર કરવા માટે યૂઝર્સની સહમતિની જરૂરરિયાતની શરત હતી. ફેસબુક પર કથિત રીતે આ કરારને તોડવાનો આરોપ છે. ત્યારે ફેસબુકના મુખ્ય નાણાકીય અધિકારી ડેવ વેનરે કહ્યું કે આ […]
ફેસબુકના ડેટા પ્રાઈવસીના મામલે ફેડરલ ટ્રેડ કમીશન(FTC) 3થી 5 અરબ ડૉલરનો દંડ લગાવી શકે છે. 2011માં ફેસબુકે FTCની સાથે કરાર કર્યો હતો.
જેની હેઠળ સોશિયલ મીડિયા સાઈટને ડેટા શેર કરવા માટે યૂઝર્સની સહમતિની જરૂરરિયાતની શરત હતી. ફેસબુક પર કથિત રીતે આ કરારને તોડવાનો આરોપ છે. ત્યારે ફેસબુકના મુખ્ય નાણાકીય અધિકારી ડેવ વેનરે કહ્યું કે આ મુદ્દે અત્યાર સુધી કઈ નિરાકરણ આવ્યુ નથી. તેથી FTC દંડ તરીકે કેટલી રકમ વસુલ કરશે તે નક્કી કરવામાં આવ્યું નથી પણ લગભગ 3થી 5 અરબ ડૉલરનો દંડ લાગી શકે છે.
જો ફેસબુક પાસેથી દંડ વસુલવામાં આવશે તો આ કંપનીની એક મહિનાની આવક જેટલો હશે. કંપનીએ 2019ની નાણાંકીય રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં આ વાત કરવામાં આવી છે.
ફેસબુકે જાન્યુઆરીથી માર્ચ 3 મહિનામાં 2.4 અરબ ડૉલર (લગભગ 17 હજાર કરોડ રૂપિયા)નો નફો જાહેર કર્યો છે. જે છેલ્લા વર્ષના મુકાબલે 51% ઓછો છે. કંપનીએ ડેટા પ્રાઈવસીથી જોડાયેલા મામલે કાયદાકીય ખર્ચા માટે 3 અરબ ડૉલર અલગ રાખ્યા છે. તેથી કંપનીનો નફો ઓછો થયો છે. ફેસબુકના રોજના યૂઝર્સની સંખ્યા 1.56 અરબ થઈ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]