નિષ્ણાતોનો દાવો : કોરોનાની ત્રીજી લહેરના દોરમાં બ્રિટન, દરેક 540 દર્દીઓમાં એક ડેલ્ટા વેરિયન્ટ સંક્રમિત

યુકે ( UK)માં શુક્રવારે છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત 24 કલાકમાં Corona ના નવા 11,007 નવા કેસ નોંધાયા હતા. જેમાં કોરોનાનો ડેલ્ટા(Delta) વેરિઅન્ટ સામે આવ્યો છે.

નિષ્ણાતોનો દાવો : કોરોનાની ત્રીજી લહેરના દોરમાં બ્રિટન, દરેક 540 દર્દીઓમાં એક ડેલ્ટા વેરિયન્ટ સંક્રમિત
કોરોનાની ત્રીજી લહેરના દોરમાં બ્રિટન

યુકે ( UK)માં શુક્રવારે છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત 24 કલાકમાં Corona ના નવા 11,007 નવા કેસ નોંધાયા હતા. જેમાં કોરોનાનો ડેલ્ટા(Delta) વેરિઅન્ટ સામે આવ્યો છે. ફેબ્રુઆરીના અંત પછી પ્રથમવાર દેશમાં Coronaના દૈનિક નવા કેસોની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે.

ડેલ્ટા વેરિયન્ટને કારણે બ્રિટનમાં કોરાના ચેપની ત્રીજી લહેર શરૂ

રસીકરણ અને પ્રતિરક્ષણની (જેસીવીઆઈ) ની સંયુક્ત સમિતિના સલાહકાર પ્રોફેસર એડમ ફિન કહે છે કે હાલમાં યુકે( UK)માં રસી અને Corona ના ડેલ્ટા(Delta) વેરિયન્ટ વચ્ચે સખત સ્પર્ધા છે. તેમણે શનિવારે કહ્યું હતું કે કોરોનાના ખૂબ ચેપી ડેલ્ટા વેરિયન્ટને કારણે બ્રિટનમાં કોરાના ચેપની ત્રીજી લહેર શરૂ થઇ છે. કોરોનાના ડેલ્ટા વેરિયન્ટની ઓળખ ભારતમાં સૌ પ્રથમ કરવામાં આવી હતી.

તે ઝડપથી નથી ફેલાઈ રહ્યો
બ્રિટનમાં કોરોનાના ધીમી ગતિએ વધતા કેસો તરફ ધ્યાન દોરીને, પ્રો. ફિને કહ્યું, “તે ફેલાઈ રહ્યો છે, કદાચ આપણે કંઈક અંશે આશાવાદી હોઈ શકીએ કે તે ઝડપથી નથી ફેલાઈ રહ્યો. પરંતુ તે ફેલાઈ રહ્યો છે,” ફિને કહ્યું હાલ ત્રીજી લહેરની શરૂઆત છે. આ દરમ્યાન ડેલ્ટા(Delta) વેરિયન્ટનો ફેલાવો શોધવા માટે દક્ષિણ લંડન સહિત ઇંગ્લેન્ડના અન્ય ભાગોમાં તપાસ કરવામાં આવી રહી છે.

540 દર્દીઓમાં એક દર્દીને ડેલ્ટા વેરિયન્ટનો ચેપ

તેમણે કહ્યું, “અમે નિષ્કર્ષ કાઢી શકીએ કે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, ખાસ કરીને વૃદ્ધોની બીજો ડોઝ અને ડેલ્ટા વેરિયન્ટની ત્રીજી લહેર વચ્ચે ઉગ્ર સ્પર્ધા છે.” વહેલા અમે વૃદ્ધોને બીજો ડોઝ આપીશું, આ વખતે અમે હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યા ઓછી જોઈશું. નેશનલ સ્ટેટિસ્ટિક્સના ડેટા મુજબ, પ્રત્યેક 540 દર્દીઓમાં એક દર્દી ડેલ્ટા વેરિયન્ટનો ચેપ ધરાવે છે.

રસીકરણ મદદ કરી શકે છે

ડેલ્ટા વેરિયન્ટ હવે દેશમાં સૌથી ઝડપથી ફેલાતા વાયરસનું કારણ બની ગયો છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના તાજેતરના ડેટા મુજબ, રસીનો એક ડોઝ લેનારને ડેલ્ટા વેરિયન્ટનપ ચેપ લાગ્યો હોય તો પણ હોસ્પિટલમાં સારવાર મેળવવાની સંભાવનામાં 75 ટકાનો ઘટાડો થાય છે. જે લોકોએ બંને ડોઝ લીધા છે તેમને ચેપ લાગવાની અને દાખલ થવાની સંભાવના 90% ઘટાડો થાય છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati