ગ્રીસમાં મોડી રાત્રે સુનામીનો ખતરો વધ્યો, દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના

ગ્રીસમાં રવિવારે મોડી રાત્રે આવેલા ભૂકંપના (Earthquake)કારણે આ વિસ્તારમાં સુનામીનું જોખમ વધી ગયું છે. જેના કારણે લોકોને એલર્ટ જાહેર કરીને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે.

ગ્રીસમાં મોડી રાત્રે સુનામીનો ખતરો વધ્યો, દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના
ભૂકંપના આંચકાને કારણે ધરતી ધ્રૂજી ગઈ (પ્રતિકાત્મક ફોટો)
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Nov 21, 2022 | 8:57 AM

ગ્રીસમાં આવેલા ભૂકંપના આંચકાએ સમગ્ર દેશની ચિંતા વધારી દીધી છે. ગ્રીસમાં ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા માપવામાં આવી છે. આ ભૂકંપના કારણે દેશમાં સુનામીનો ખતરો વધી ગયો છે, જેને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ મોનિટરિંગ એજન્સીઓએ લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો દરિયા કિનારે રહે છે તેઓ સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ભૂકંપ સિટિયાથી લગભગ 60 કિલોમીટર ઉત્તરપૂર્વમાં આવ્યો હતો. સવારે લગભગ 1.25 વાગ્યે લોકોએ આંચકા અનુભવ્યા હતા. ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે આ માહિતી આપી છે. એક સ્વતંત્ર દેખરેખ સંસ્થાએ કહ્યું છે કે તે જમીનથી લગભગ 80 કિલોમીટર નીચે હતો. આ દરમિયાન એક ચેતવણી સંદેશ ટ્વીટ કરવામાં આવ્યો છે જેમાં લોકોને ખતરાની ચેતવણી આપવામાં આવી છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે, ‘સમુદ્રના કિનારાથી દૂર જાઓ અને ઊંચા સ્થાને પહોંચો.’

EMSC એ ટ્વીટ પર ઘણી સેફ્ટી ટિપ્સ પણ શેર કરી છે. જો કે હજુ સુધી ગ્રીક બ્રોડકાસ્ટ દ્વારા લોકોને કોઈ સંદેશો આપવામાં આવ્યો નથી. આ ભૂકંપના આંચકા ઉત્તર આફ્રિકા સુધી અનુભવાયા છે. આ વિસ્તારમાં કોઈ ઈમારત કે અન્ય સંપત્તિને નુકસાન થવાના સમાચાર નથી. સ્થાનિક અહેવાલો અનુસાર, મોબાઇલ ફોન સિસ્ટમને થોડા સમય માટે અસર થઈ હતી કારણ કે તેનાથી નેટવર્ક સિસ્ટમને નુકસાન થયું હતું. બાદમાં તે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.

2 દિવસ પહેલા ઈન્ડોનેશિયામાં ભૂકંપ આવ્યો હતો

શુક્રવારે રાત્રે પશ્ચિમ ઇન્ડોનેશિયામાં એક મજબૂત અંડરસી ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનના સમાચાર નથી. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપની તીવ્રતા 6.9 હતી, જ્યારે તેનું કેન્દ્ર દક્ષિણ બેંગલુરુથી 202 કિમી દક્ષિણપશ્ચિમમાં 25 કિમીની ઊંડાઈએ હતું. તેણે કહ્યું કે આ પછી બીજો આંચકો આવ્યો, જેની તીવ્રતા 5.4 હતી. ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, ક્લાઈમેટોલોજી અને જીઓફિઝિક્સ એજન્સીએ સુનામીની કોઈ ચેતવણી જારી કરી નથી. યુએસજીએસએ જણાવ્યું હતું કે જાનહાની અથવા સંપત્તિના ગંભીર નુકસાનની શક્યતા ઓછી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati