કેદીઓ બન્યા બેફામ : આ જેલમાં કેદીઓએ એકબીજા પર બંદૂક અને છરી વડે હુમલો કર્યો, 20ના મોત, 5ની હાલત ગંભીર
અગાઉ એક્વાડોરની સૌથી મોટી જેલ લિટ્ટોરલ પેનિટેન્ટરીમાં અથડામણ થઈ હતી, જેમાં પાંચ કેદીઓ મૃત્યુ પામ્યા હતા. જ્યારે 25 કેદીઓ ઘાયલ થયા હતા.
Ecuador Prison Riot : દક્ષિણ અમેરિકન દેશ ઇક્વાડોરના (Ecuador)અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતુ કે જેલમાં બંદૂકો અને છરીઓથી સજ્જ થયેલા કેદીઓ (Prisoner) વચ્ચેની અથડામણમાં 20 લોકો માર્યા ગયા હતા. સાથે જ તેમણે જાહેરાત કરી કે સત્તાવાળાઓએ જેલ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.તમને જણાવી દઈએ કે, આ અથડામણમાં ઓછામાં ઓછા પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ‘રેડિયો ડેમોક્રેસી’ સાથે વાત કરતા કેરિલોએ રમખાણોને ‘ગુનાહિત અર્થતંત્ર’ સાથે રાજકીય રીતે સંબંધિત ગણાવ્યા. ઉપરાંત પોલીસ કમાન્ડર જનરલ કાર્લોસ કેબ્રેરાએ (Carlos Cabrera) એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું કે અધિકારીઓ જેલના દરેક બ્લોકની તપાસ કરી રહ્યા છે. આ પહેલા પણ 2020 માં ઇક્વાડોરની જેલોમાં અથડામણમાં (Prison Riot )ઓછામાં ઓછા 316 કેદીઓ માર્યા ગયા હતા, જેમાંથી 119 સપ્ટેમ્બર 2020ના રમખાણોમાં મૃત્યુ પામ્યા હતા.
અગાઉ 68 કેદીઓ મૃત્યુ પામ્યા હતા
અગાઉ એક્વાડોરની સૌથી મોટી જેલ લિટ્ટોરલ પેનિટેન્ટરીમાં અથડામણ થઈ હતી, જેમાં પાંચ કેદીઓ મૃત્યુ પામ્યા હતા. જ્યારે 25 કેદીઓ ઘાયલ થયા હતા. આ ઘટનાના થોડા સમય પહેલા અહીં આવી જ હિંસા થઈ હતી. જેને સત્તાધીશોએ જેલની સૌથી ખરાબ સ્થિતિ ગણાવી હતી. પોલીસે એક અહેવાલમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલી જેલમાં કદીઓએ અથડામણ કરી હતી.
કેદીઓ પાસેથી હથિયારો મળી આવ્યા હતા
અહીં કેદીઓ પાસેથી બંદૂકો જપ્ત કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં અડધા બળેલા મૃતદેહો જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પરંતુ કેદીઓએ હરીફ કેદીઓને મારવા માટે જેલના બીજા ભાગમાં લઈ જવા માટે ડાયનામાઈટથી દિવાલ ઉડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દેશની વાત કરીએ તો અહીં મોટા પાયે ડ્રગ્સની દાણચોરી થાય છે. જેના કારણે હિંસા સતત વધી રહી છે. સરકાર માટે આ બધાનો સામનો કરવો મુશ્કેલ છે.બીજી તરફ કેદીઓની હરકતોને કારણે હાલ સરકાર પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-