સુરતની લાજપોર જેલના કેદીઓ રજુ કરી વ્યથા, જુઓ કેદીઓના પશ્ચાતાપનો હૃદયસ્પર્શી વીડિયો
ગુનાખોરી ડામવા માટે એક નવતર પહેલ ગણી શકાય તેવા આ વીડિયોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જે જિલ્લા પોલીસ દ્વારા અભિયાન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરી સમાજ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ગુનાઓને ડામવા માટે અને રોકવા માટે સુરત (Surat) પોલીસ અને જીલ્લા પોલીસ (POLICE) દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુના કર્યા બાદ આરોપીને શું સજા થાય અને ક્ષણિક આવેશમાં આવી કરેલી ભૂલને કારણે તેના પરિવાર અને સંતાનોને શું વેદના થાય છે તેનો ચિતાર લાજપોર જેલના કેદીઓના મુખે રજૂ કરતો એક હૃદયસ્પર્શી (Heart touching) વીડિયો (Video) પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે સાંભળતા થોડા સમય માટે આંખો ભીની થઇ જ જાય છે. ગુનાખોરી ડામવા માટે એક નવતર પહેલ ગણી શકાય તેવા આ વીડિયોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જે જિલ્લા પોલીસ દ્વારા અભિયાન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં નાની નાની વાતોમાં ગુનાખોરી કરી ગુનાને અંજામ આપવાના કીસ્સો એક સમસ્યા છે. ગુના કરવા પાછળ અનેક કારણો હોય છે. કેટલાક ગુનાઓમાં તો નજીવી બાબત હોય છે. ગુનો કર્યા બાદ આરોપીનું જીવન નર્કાગાર બની જતું હોય છે. જેલમાં પરિવારની હૂંક વિના વર્ષોના વર્ષો કાઢવા પડે છે. જે ગુનો કરે છે તેને સજા તો મળે જ છે આ સાથે તેના પરિવારને પણ સજા ભોગવવી પડે છે. જે જેલમાં રહેલા કેદી કરતા પણ વધી જતી હોય છે. જેલમાં એક જ વ્યક્તિને સજા મળે છે.
જ્યારે બહાર તેના પરિવારના તમામ સભ્યોને સજા ભોગવવાનો વારો આવે છે.જે આરોપી પરિવારનો એક જ કમાઉ હોય તો પરિવાર પર આભ તૂટી પડે છે. પરિવાર પર ગુનેગારના પરિવાર તરીકેનું લેબલ લાગી જતું હોય છે. જેના કારણે સામાજિક ભોગો પણ ગુમાવવો પડે છે. કેદીઓએ જણાવ્યું હતું કે, ગુનો કર્યા બાદ સન્માન છિનવાઈ જાય છે. સંતાનો કે પરિવારના બીજા સભ્યોના લગ્ન કરવાથી લઈને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ સહિતની સમસ્યાઓ અંગેનો ચિતાર આપતો વીડિયો જેલમાં સજા ભોગવતા કેદીઓ દ્વારા જ વર્ણવવામાં આવ્યો હતો. રેન્જ આઈજી અને સુરત ડીએસપી દ્વારા ગુનાખોરી ડામવા માટે કરાયેલા આ નવતર પ્રયોગરૂપી વીડિયોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિમોચન કરાયું હતું. હર્ષ સંઘવીએ વીડિયોનું વિમોચન કરી લોકોને ગુનાખોરી કરતા અટકાવવા અપીલ કરી હતી.
આ પણ વાંચો :પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલને અપાઇ સન્માનજનક અનોખી વિદાય, લીના પાટીલની ભરૂચ ખાતે બદલી થઇ
અનિલ કપૂરે ‘બેટા’ના 30 વર્ષની ઉજવણી કરતા માધુરી દીક્ષિત સાથે શેર કર્યા ખાસ ફોટોઝ