Dublin News: મેટ એરેને ડબલિનમાં ગરમીની સિઝન પૂરી થવાની કરી જાહેરાત, ભારે પવન સાથે વરસાદની આગાહી
આયર્લેન્ડમાં ઠંડીમાં વધારો થશે કારણ કે 20+ ડિગ્રી બાદ તાપમાન 4 ડિગ્રી સુધી ઘટી જશે. આ અઠવાડિયે ભારે વરસાદ અને ભારે પવન સાથે વધુ અસ્થિર સ્થિતિની અપેક્ષા છે. ડબલિનર્સની સવાર શુષ્ક રહેશે પરંતુ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ સાથે જ બપોરના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આ અઠવાડિયે તાપમાન સિંગલ ડિજિટમાં નીચે આવવાનું હોવાથી ધાબડા બહાર કાઢવાનો સમય આવી ગયો છે. આયર્લેન્ડમાં (Ireland) ઠંડીમાં વધારો થશે કારણ કે 20+ ડિગ્રી બાદ તાપમાન 4 ડિગ્રી સુધી ઘટી જશે. આ અઠવાડિયે ભારે વરસાદ અને ભારે પવન સાથે વધુ અસ્થિર સ્થિતિની અપેક્ષા છે. ડબલિનર્સની (Dublin) સવાર શુષ્ક રહેશે પરંતુ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ સાથે જ બપોરના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આવતીકાલે તાપમાન 16 થી 17 ડિગ્રી રહેશે
સાંજે ધીમે ધીમે વરસાદ ઓછો થશે. 17 કે 18 ડિગ્રીના ઉચ્ચ તાપમાન સાથે વાતાવરણ ઠંડું રહેશે. રાત્રે વરસાદ શરૂ થશે પરંતુ મોટાભાગે સવાર સુધીમાં ઝાકળ અથવા ધુમ્મસ સાથે સમાપ્ત થશે. લઘુત્તમ તાપમાન 6 થી 8 ડિગ્રીની આસપાસ રહેશે. આવતીકાલે સૂર્ય પ્રકાશ જોવા મળશે અને તાપમાન 16 થી 17 ડિગ્રીની આસપાસ રહેવા સાથે શુષ્ક રહેશે.
મંગળવારે રાત્રે 4 થી 7 ડિગ્રી તાપમાન રહેશે
મેટ ઇરેનના એક આગાહીકર્તાએ જણાવ્યું હતું કે, મંગળવારની રાત્રિ મુખ્યત્વે સૂકી અને સ્વચ્છ રહેશે અને થોડો ધુમ્મસ પણ રહેશે. નીચું તાપમાન 4 થી 7 ડિગ્રી હળવા દક્ષિણ-પૂર્વીય પવન ઠંડી સાથે રહેશે.
બુધવારનું તાપમાન
બુધવારે સૂર્યપ્રકાશ સાથે મોટે ભાગે શુષ્ક શરૂઆત કર્યા બાદ એટલાન્ટિકમાંથી વાદળ આગળ વધશે અને બપોરે અને સાંજે પશ્ચિમ તરફથી વરસાદ પડી શકે છે. દક્ષિણ પૂર્વ મુખ્યત્વે રાત્રે સૂકી રહી શકે છે. દક્ષિણ પવન સાથે ઉચ્ચ તાપમાન 14 થી 17 ડિગ્રી રહેશે. એટલાન્ટિકના દરિયાકાંઠાના વિસ્તારો નજીક વધારે પવનની અપેક્ષા છે. બુધવારની રાત્રે છૂટાછવાયા વરસાદ પડશે અને લઘુત્તમ તાપમાન 11 થી 13 ડિગ્રી રહેશે.
આ પણ વાંચો : Dublin News: ડબલિનમાં રહેવાની કિંમત, ટ્યુશન ફીથી લઈ તમામ માહિતી
ગુરુવારનું તાપમાન
ગુરુવારે સૂર્ય પ્રકાશ અને થોડા વરસાદ સાથે દિવસની શરૂઆત થશે. ગુરુવારે તાપમાન 15 થી 18 ડિગ્રી વચ્ચે રહેશે જેમાં હળવાથી મધ્યમ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનો હશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો