Dublin News : ડબલિન એરપોર્ટ પર 14 કિલો ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી
ડબલિન એરપોર્ટ પર સામાનમાંથી વિશાળ કેનાબીસ મળી આવ્યા બાદ માણસની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિ પાસેથી મહેસૂલ અધિકારીઓ દ્વારા 280,000 યુરોની કિંમતનો અંદાજિત 14 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા આ વ્યક્તિની અટકાવવામાં કરવામાં આવી હતી. ડ્રગ્સ છુપાવી ટ્રાવેલ કરનાર 40માં વ્યક્તિની આ મહિનામાં ધરપકડ કરવામાં આવી છે.

આયર્લેન્ડનું મુખ્ય મથક ડબલિન (Dublin) છેલ્લા કેટલાક સમયથી દેશમાં ડ્રગ્સની હેરાફેરી માટેનું મુખ્ય કેન્દ્ર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં દેશમાં ડ્રગ્સની હેરાફેરી (Drug trafficking) રોકવા ડબલિન પોલીસ દ્વવર એરપોર્ટ પર વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અત્યારસુધી 40 લોકોની ધરપકડ (Arrest) કરવામાં આવી છે.
ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ
20 ઓકટોબર શુક્રવારે ડબલિંગ એરપોર્ટ પર મહેસૂલ અધિકારીઓ દ્વારા 14 કિલો ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ કથિત રીતે ડ્રગ્સ છુપાવી ડબલિન એરપોર્ટમાંથી ટ્રાવેલ કરવાનો પ્રયાસ કરતા ઝડપાયો હતો. તેના પાસેથી જપ્ત કરવામાં આવેલ 14 કિલો ગાંજાની કિંમત 2.80 લાખ યુરો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
જર્મનીથી ફ્લાઈટમાં ડબલિન પહોંચ્યો વ્યક્તિ
કથિત રીતે ડ્રગ્સ છુપાવી ડબલિન એરપોર્ટ પર પહોંચનાર વ્યક્તિ જર્મનીના ફ્રેન્કફર્ટથી ફ્લાઈટમાં ડબલિન પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મહેસૂલ અધિકારીઓએ તેને રોક્યો હતો અને તેના સામાનની તલાશી લીધી હતી અને તેના સામાનમાં છુપાયેલ 14 કિલો હર્બલ કેનાબીસ મળી આવ્યો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિને હાલ ડબલિન ગાર્ડા સ્ટેશન પર લઈ જાવામાં આવ્યો છે.
એક મહિનામાં 40 વ્યક્તિ પકડાયા
દેશમાં ડ્રગ્સની હેરાફેરી રોકવા ડબલિન પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યા બાદ છેલ્લા એક મહિનામાં 40 માં વ્યક્તિની ડબલિન એરપોર્ટ મહેસૂલ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ડબલિન શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. જેને રોકવા તંત્ર સજ્જ બન્યું છે.
ડ્રગ્સની કિંમત 2.80 લાખ યુરો
મહેસૂલના પ્રવક્તાએ કહ્યું હતું કે, “શુક્રવારે એરપોર્ટ પર તપાસ એક વ્યક્તિની 14 કિલો હર્બલ કેનાબીસ ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત 2.80 લાખ યુરો છે. આ મહિને 40 માં વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ડબલિન ગાર્ડા સ્ટેશન પર લઈ જવામાં આવ્યો હતો અને તેની ક્રિમિનલ જસ્ટિસ (ડ્રગ ટ્રાફિકિંગ) એક્ટ, 1996 ની કલમ 2 હેઠળ અટકાયતમાં રાખવામાં આવી છે.”
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો