AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dublin News: ઈઝરાયેલમાં ફસાયેલી ડબલિનની મહિલાએ સરકારને ટૂર ગ્રૂપને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા હાકલ કરી

એક આઈરિશ મહિલા જે એક ગ્રુપનો ભાગ છે તે ઈઝરાયેલ અને પેલેસ્ટાઇનમાં ધાર્મિક સ્થળોની મુલાકાત માટે ગઈ હતી અને હવે યુદ્ધ શરૂ થતાં તે અને તેમનું ગ્રુપ ફસી ગયા છે. આ મહિલાએ આઈરિશ સરકારને તેમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા હાકલ કરી છે.

Dublin News: ઈઝરાયેલમાં ફસાયેલી ડબલિનની મહિલાએ સરકારને ટૂર ગ્રૂપને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા હાકલ કરી
Irish Women
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 2:10 PM
Share

આયર્લેન્ડના ડબલિન (Dublin)માં રહેતી 50 વર્ષીય મહિલા હાલ ઈઝરાયેલમાં ફસાઈ છે. કેથરિન સ્ટીન્સને દાવો કર્યો છે કે આઈરિશ સત્તાવાળાઓએ તેમની મદદ કરવા માટે કંઈ કર્યું નથી. તેણીએ જણાવ્યું હતું કે શનિવારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી બલ્ગેરિયા, અલ્બેનિયા અને રોમાનિયા સહિતના ઘણા દેશો તેમના નાગરિકોને સલામત પોતાન દેશ પરત લઈ જઈ રહ્યા છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે 7 ઓક્ટોબરના રોજથી જંગ શરુ થઈ છે ત્યારથી અનેક દેશના લોકો ઈઝરાયલમાં ફસાયા છે.

ઈઝરાયેલમાં 50થી વધુ આઈરિશ નાગરિકો

ડબલિન મહિલા જે ગયા મંગળવારે આવી હતી, તેણે જણાવ્યું હતું કે પ્રવાસમાં 50 થી વધુ આઈરિશ નાગરિકો છે, જેમાં એક 89 વર્ષીય મહિલાનો પણ સમાવેશ થાય છે. તેણીએ ટૂર ઓપરેટર મેરિયન પિલગ્રીમેજીસ સાથે ઈઝરાયેલની મુસાફરી કરી હતી અને તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ આજે ઘરે જશે, પરંતુ જ્યારે તેઓને જાણ કરવામાં આવી કે આ હવે થવાનું નથી ત્યારે તેઓ દુઃખી અને બેચેન થઈ ગયા હતા.

પરિસ્થિતિ વધુ ભયાનક થઈ શકે છે

આ જૂથ હવે ગુરુવારે તેલ અવીવ (Tel Aviv) થી ડબલિન પાછું ઉડાન ભરવાનું છે, પરંતુ કેથરિનને ડર છે કે પરિસ્થિતિ વધુ ભયાનક થઈ શકે છે અને તેણીને તેની સાથે અન્ય લોકોના જીવ ગુમાવવાનો ડર છે. તેણીએ ડબલિન લાઈવને કહ્યું: “અમારે ફ્લાઈટ મેળવવા માટે તેલ અવીવ જવું પડશે, જે કદાચ સૌથી ખતરનાક વિસ્તાર છે.

આ પણ વાંચો : Sydney News: હમાસ સમર્થકોએ સિડની ઓપેરા હાઉસની બહાર ઈઝરાયલનો ધ્વજ સળગાવ્યો, પોલીસ સાથે થઈ અથડામણ

આઈરિશ સરકાર વિલંબ કરી રહી છે

“અત્યારે, અમે નાઝરેથમાં છીએ અને અમે હાલના સમયે ઠીક છીએ, પરંતુ દરેક સમયે ખતરો (ડર) સતત અહીં વધી રહ્યો છે. મને ચિંતા છે કે ગુરુવાર પહેલા આપણે બધા મરી જઈ શકીએ છીએ. મને ચિંતા છે કે અમે એરપોર્ટ સુધી નહીં પહોંચી શકીશું. તેલ અવીવ અને એરપોર્ટ પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે. શા માટે આઈરિશ સરકાર અમને રેસ્ક્યૂ કરી પાછા લઈ જવા વિલંબ કરી રહી છે, શા માટે તેઓ ફ્લાઇઈટ મોકલી રહ્યા નથી? અમને ગુરુવાર સુધી આવી રીતે તમે કેવી રીતે છોડી શકો.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">