Dubaiની મહિલાએ I Love You કહ્યું તો Port Blair નેવલ શિપ રિપેર યાર્ડના બે કર્મચારીઓએ સંવેદનશીલ માહિતી આપી દીધી
Dubai : દુબઈની એક મહિલાએ બે લોકોની મદદથી આંદામાન અને નિકોબાર (Andaman and Nicobar Islands)કમાન્ડ વિશે સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ્સ મેળવતા તંત્ર દોડતું થયું છે. આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
Dubai ની એક મહિલાએ બે લોકોની મદદથી આંદામાન અને નિકોબાર (Andaman and Nicobar Islands)કમાન્ડ વિશે સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ્સ મેળવતા તંત્ર દોડતું થયું છે. આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
દક્ષિણ આંદામાન ટાપુ પરનું પોર્ટ બ્લેરએ બંગાળની ખાડીમાં આવેલ ભારતીય પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓનું પાટનગર છે. હાલમાં તે ભારતીય સ્વતંત્રતા સેનાનીઓનું સ્મારક છે. અંતરિયાળ, સમુદ્રી મરીન મ્યુઝિયમ સ્થાનિક દરિયાઈ જીવનનું પ્રદર્શન કરે છે.
ધરપકડ પછી 14 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડી સોંપાઈ
ભારતીય પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓના પાટનગર પોર્ટ બ્લેર(Port Blair)માં નેવલ શિપ રિપેર યાર્ડ (NSRY) ના બે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પાસેથી દુબઈ(Dubai)ની એક મહિલાએ આંદામાન અને નિકોબાર કમાન્ડ વિશેની સંવેદનશીલ માહિતી મેળવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
વિદેશી મહિલાને સંવેદનશીલ માહિતી આપનાર આરોપીઓની ઓળખ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી અભિષેક કુમાર અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના રહેવાસી તેના મિત્ર સંતુ બિસ્વાસ તરીકે થઈ છે. બંનેને 14 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
મહિલાએ સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક બનાવ્યા હતા
આંદામાન અને નિકોબાર ટાપુઓના પોલીસ મહાનિર્દેશક દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે પીટીઆઈને જણાવ્યું હતું કે, “સંયુક્ત પૂછપરછ ચાલુ છે” . આરોપી દ્વારા કરવામાં આવેલા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
પોલીસે કહ્યું કે આ બધું 18 મેના રોજ શરૂ થયું જ્યારે મહિલાએ અભિષેકને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મહિલાએ દાવો કર્યો હતો કે તે દુબઈમાં એક મેરીટાઇમ કંપનીમાં કામ કરતી હતી અને તેને આંદામાન અને નિકોબાર ટાપુઓ અને એએનસીની મહત્વની સંસ્થાઓના ફોટોગ્રાફ્સ અંગેની માહિતીની જરૂર હતી.
લોભામણી વાતોમાં લલચાઈ દેશ વિરોધી કૃત્ય કરી નાખ્યું
પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે દરેક વિનંતી સાથે તેણી Heartની ‘ઇમોજીસ’ મોકલતી હતી અને કેટલીકવાર તેમને ‘મેરી જાન’, ‘આઈ લવ યુ’ કહીને બોલાવતી હતી જેથી આ બંને આ મહિલા પાછળ લટ્ટુ થયા હતા.
પોલીસે કહ્યું કે જ્યારે નેવલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટને અભિષેકની શંકાસ્પદ ગતિવિધિઓ વિશે માહિતી મળી ત્યારે તેઓએ તેના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. અભિષેકનો છ મહિનાનો કરાર 20 સપ્ટેમ્બરે સમાપ્ત થયો અને તે ઉત્તર પ્રદેશમાં તેના હોમ ટાઉન ગયો અને સંતુ બિસ્વાસને મહિલાની મદદ કરવા કહ્યું હતું.
છટકું ગોઠવી ધરપકડ કરાઈ
અભિષેકની સોશિયલ મીડિયા પોસ્ટના પુરાવાના આધારે નેવલ ઇન્ટેલિજન્સ અધિકારીઓએ તેનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેઓ ઇચ્છે છે કે તે પોર્ટ બ્લેર ખાતે તેના કરારને રિન્યૂ કરે જેના આધારે તે પરત ફર્યો હતો.
પોર્ટ બ્લેર ખાતે પરત ફરવાના એક દિવસ પછી તેને દરિયાઈ સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ્સ શેર કરવા બદલ નેવલ ઈન્ટેલિજન્સ અધિકારીઓએ ધરપકડ કરી લીધી હતી. તેને પોર્ટ બ્લેરમાં સીઆઈડીના સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો