AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dubai News : 8 મહિનામાં 35000 ડ્રાઈવર વાહનોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં ઝડપાયા,જુઓ Dubai Police એ જાહેર કરેલા લાપરવાહીના Video

Dubai : વર્ષ 2023 ના પ્રથમ આઠ મહિનામાં 35000થી વધુ ડ્રાઈવરો વાહનોમાં મોબાઈલ ફોન(Mobile Phone)નો ઉપયોગ કરતા ઝડપાયા છે. આ અપ્રાણઘાતક બેદરકારીના કારણે 99 અકસ્માત આ સમયગાળા દરમિયાન થયા છે જેના પરિણામે છ લોકોએ અપમૃત્યુનો સામનો કરવો પડ્યો છે.

Dubai News : 8 મહિનામાં 35000 ડ્રાઈવર વાહનોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં ઝડપાયા,જુઓ Dubai Police એ જાહેર કરેલા લાપરવાહીના Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 6:31 AM
Share

Dubai : વર્ષ 2023 ના પ્રથમ આઠ મહિનામાં 35000થી વધુ ડ્રાઈવરો વાહનોમાં મોબાઈલ ફોન(Mobile Phone)નો ઉપયોગ કરતા ઝડપાયા છે. આ પ્રાણઘાતક બેદરકારીના કારણે 99 અકસ્માત આ સમયગાળા દરમિયાન થયા છે જેના પરિણામે છ લોકોએ અપમૃત્યુનો સામનો કરવો પડ્યો છે તો સાથે 58 લોકો ઘાયલ થયા છે. દુબઈ પોલીસે શુક્રવારે 6 ઓક્ટોબરે આ માહિતી જાહેર કરી છે.

સ્માર્ટ ટેક્નોલોજીએ સુનિશ્ચિત કરે છે કે ભૂલ કરનાર ડ્રાઇવરો પકડાય છે. એક વીડિયોમાં દુબઈ પોલીસ બતાવે છે કે કેવી રીતે ઉલ્લંઘનને કેમેરામાં સરળતાથી કેદ કરવામાં આવે છે

વાહનચાલકો જેઓ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે તેઓનું ધ્યાન ભટકી જાય છે જેના કારણે અચાનક લેન બદલાઈ જાય છે અને અકસ્માત થાય છે. તેઓ લાલબત્તી ઓળંગી જાય છે અથવા રસ્તા પર ધ્યાન ન હોવાને કારણે હાઇવે પર ગતિ મર્યાદા ચુકી જાય છે.

આ પણ વાંચો : Atlanta News : ડાઉનટાઉન એટલાન્ટા બસ સ્ટેશન નજીક થયો ગોળીબાર, નિર્દોષ લોકો થયા ઘાયલ

દુબઈ પોલીસના જનરલ ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રાફિકના ડિરેક્ટર મેજર-જનરલ સૈફ મુહૈર અલ મઝરોઈએ ચેતવણી આપતા કહ્યું હતું કે  “વાહન હંકારતા હોય  ત્યારે ફોનનો ઉપયોગ કરવાથી માત્ર ડ્રાઇવરનું ધ્યાન ભટકતું નથી પણ અકસ્માતોની સંભાવના પણ નોંધપાત્ર રીતે વધી જાય છે.” સોશિયલ મીડિયા અથવા ટેક્સ્ટિંગ તપાસતી વખતે એકાગ્રતામાં ક્ષણિક ધ્યાન ચુકવણા વિનાશક પરિણામો આવી શકે છે.”

દુબઈ પોલીસે ચેતવણી આપી છે કે રસ્તા પર ફોનનો ઉપયોગ કરતા ઝડપાયેલા ડ્રાઈવરો પર 800 Dirham દંડ અને ચાર બ્લેક પોઈન્ટ લાદવામાં આવશે. ડ્રાઇવિંગ કરતી વખતે કોઈ વ્યક્તિ કૉલ કરી રહ્યો હોય, ટેક્સ્ટ મેસેજ મોકલતો હોય અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરતો હોય તો પણ આ દંડ લાગુ પડે છે.

રડાર વિવિધ ઉલ્લંઘનોને ઓળખી શકે છે. લાપરવાહ ડ્રાઇવિંગ ઉપરાંત આ લેન શિસ્તનું પાલન કરવામાં નિષ્ફળતા શોધી શકે છે અલ મઝરોઈએ તમામ રોડ યુઝર્સને ટ્રાફિકના નિયમોનું સખતપણે પાલન કરવા અને ડ્રાઇવિંગ કરતી વખતે ધ્યાન ભંગ કરનાર કંઈપણ ટાળવા હાકલ કરી હતી.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
g clip-path="url(#clip0_868_265)">