Dubai : Air Indiaની Dubaiથી રવાના થયેલી ફ્લાઇટ Amritsarના સ્થાને પાકિસ્તાનના Karachiમાં લેન્ડ કરવી પડી, જાણો કેમ?
Dubai : દુબઈથી અમૃતસર જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું (Air India Diverts Dubai-Amritsar Flight To Karachi) પાકિસ્તાન(Pakistan)ના કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ(Emergency Landing) કરવું પડ્યું હતું. એક પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાયની જરૂર પુરી પાડવા માટે ભારતીય પ્લેનને પાકિસ્તામાં લેન્ડ કરવું પડ્યું હતું. સૂત્રો અનુસાર આ ફાઇના મુસાફરને અચાનક મેડિકલ ઈમરજન્સી(Medical emergency)નો સામનો કરવો પડ્યો હતો.
Dubai : દુબઈથી અમૃતસર જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું (Air India Diverts Dubai-Amritsar Flight To Karachi) પાકિસ્તાન(Pakistan)ના કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ(Emergency Landing) કરવું પડ્યું હતું. એક પેસેન્જરને તાત્કાલિક તબીબી(Medical emergency) સહાયની જરૂર પુરી પાડવા માટે ભારતીય પ્લેનને પાકિસ્તામાં લેન્ડ કરવું પડ્યું હતું.
એરલાઇનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ બાદ પેસેન્જરને ‘તાત્કાલ તબીબી સેવાઓ’ આપવામાં આવી હતી. મુસાફરને સારવાર અપાયા બાદ અને ટેકઓફ(Flight Take Off) કરવાની મંજૂરી આપ્યા બાદ પ્લેન કરાચીથી અમૃતસર માટે રવાના થયું હતું.
આ પણ વાંચો : Dubai : ભારત થી દુબઈ જઈ રહેલા વિમાનને Hijack કરવાનો E-mail મળ્યો, જાણો પછી શું થયું?
એર ઈન્ડિયા એક્સપ્રેસ(Air India Express)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારી દુબઈ-અમૃતસર ફ્લાઈટ(Dubai-Amritsar Flight)ના એક મુસાફરને ફ્લાઈટ દરમિયાન અચાનક મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવો પડ્યો હતો. ક્રૂએ કરાચી પાસે મદદ માંગી તે તરફ જવાનું પસંદ કર્યું હતું કારણ કે પાકિસ્તાનનું આ એરપોર્ટ તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા સૌથી નજીકનું સ્થળ હતું. ફ્લાઇટ દુબઈથી સ્થાનિક સમય મુજબ સવારે 08.51 વાગ્યે ઉપડી અને સ્થાનિક સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે કરાચીમાં લેન્ડ થઈ હતી.
એરલાઈને એરપોર્ટ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કર્યું અને પેસેન્જરને લેન્ડિંગ પછી તાત્કાલિક તબીબી સેવાઓ આપવામાં આવી. કરાચીમાં એરપોર્ટના ડૉક્ટરે જરૂરી દવાઓ આપી અને તબીબી તપાસ કર્યા પછી એરપોર્ટ મેડિકલ ટીમ દ્વારા તેમને ટેક-ઓફ માટે મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : Dubai ના રસ્તાઓ ઉપર Driverless ટેક્સીઓ દોડવા લાગી, Autonomous Vehiclesનું Trial Run શરૂ કરાયું
જુલાઈમાં અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી જ્યારે મુંબઈથી રાંચી જતી ઈન્ડિગોની ફ્લાઈટને એક મુસાફરની મેડિકલ ઈમરજન્સીને કારણે નાગપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે લેન્ડિંગ પર પેસેન્જરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેણે તેની બીમારીમાં દમ તોડ્યો હતો.
એરલાઇન કંપનીનું સત્તાવાર નિવેદન
એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “એરલાઈને એરપોર્ટ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે નજીકથી સંકલન કર્યું હતું અને મુસાફરને લેન્ડિંગ પછી તાત્કાલિક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.” પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, “કરાંચીના એરપોર્ટના ડૉક્ટરે જરૂરી દવા આપી હતી અને તબીબી મૂલ્યાંકન પછી પ્લેનને એરપોર્ટની તબીબી ટીમ દ્વારા ઉડાન ભરવા માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું,”
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો