US સંસદના સ્પીકર બની શકે છે ટ્રમ્પ ! પૂર્વ રાષ્ટ્રપતિએ કર્યો દાવો, પાર્ટીએ કર્યો સંપર્ક, જુઓ Video
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું એટલું જ કહી શકું છું કે અમે દેશ અને રિપબ્લિકન પાર્ટી માટે જે શ્રેષ્ઠ હશે તે કરીશું. ઘણા લોકોએ મને તેના વિશે પૂછ્યું છે. શટડાઉનથી બચવા માટે યુએસમાં ફંડિંગ બિલ લાવવામાં આવ્યું હતું. કેવિન મેકકાર્થીએ તેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર કરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ કારણથી તેમની જ પાર્ટી રિપબ્લિકન્સના MP તેમનાથી નારાજ હતા.
US News: યુએસ સંસદના સ્પીકર કેવિન મેકકાર્થીના રાજીનામા બાદ હજુ સુધી એ નક્કી નથી થયું કે આ જવાબદારી કોને આપવામાં આવશે. પરંતુ આ દરમિયાન અનેક વિવાદોમાં ઘેરાયેલા પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે તે યુએસ સંસદના સ્પીકર બની શકે છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે સ્પીકર બનવા માટે પાર્ટી દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તૈયાર છે.
આ પણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી આવી શકે છે ભારતની મુલાકાતે, PM મોદીએ હવે આ પ્રસંગ માટે આપ્યું આમંત્રણ
ખરેખર, શટડાઉનથી બચવા માટે યુએસમાં ફંડિંગ બિલ લાવવામાં આવ્યું હતું. કેવિન મેકકાર્થીએ તેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર કરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ કારણથી તેમની જ પાર્ટી રિપબ્લિકન્સના MP તેમનાથી નારાજ હતા.
સમર્થકોએ સંસદ પર કર્યો હુમલો
જણાવી દઈએ કે જે સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પ સ્પીકર બનવાનો દાવો કરી રહ્યા છે, રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો બાદ તેમના સમર્થકોએ તે જ સંસદ પર હુમલો કર્યો હતો. હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ સંસદમાં સ્પીકર બનવાનું વિચારી રહ્યા છે. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા મામલામાં કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે. હવે તે કેપિટોલ હિલ જવાની તૈયારી કરી રહ્યા છે. કેપિટોલ હિલથી વ્હાઇટ હાઉસનું વચ્ચે લગભગ ત્રણ કિલોમીટર છે.
JUST IN: Donald Trump confirms from the New York courthouse that he has been asked about becoming the House Speaker, says he would do it.
That would be epic
“All I can say is we’ll do whatever’s best for the country and for the Republican Party.”
“A lot of people have asked… pic.twitter.com/fx3AKlhS17
— Collin Rugg (@CollinRugg) October 4, 2023
હાઉસ સ્પીકર બનવા માટે પુછવામાં આવ્યું: ડોનાલ્ડ ટ્રમ્પ
સોશિયલ મીડિયા પોસ્ટ્સ અનુસાર, ટ્રમ્પે પુષ્ટિ કરી કે તેમને હાઉસ સ્પીકર બનવા વિશે પૂછવામાં આવ્યું હતું, જેના પર ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યું કે તેઓ સ્પીકર બનશે. ડોનાલ્ડ ટ્રમ્પ એમ પણ કહ્યું કે હું માત્ર એટલું જ કહી શકું છું કે અમે દેશ અને રિપબ્લિકન પાર્ટી માટે જે શ્રેષ્ઠ હશે તે કરીશું. ઘણા લોકોએ મને તેના વિશે પૂછ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યું કે મારું ધ્યાન સંપૂર્ણ રીતે ચૂંટણી પર છે. જો હું આ પ્રક્રિયા દરમિયાન તેમને મદદ કરી શકું, તો હું તે કરીશ.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો