શું ચીનને નથી પોતાની વેક્સિન પર ભરોસો ? પોતાના નાગરીકોને આપશે જર્મન વેક્સિન

રશેલ્સ, મંગોલીયા અને બહેરીન સમેતના 90 જેટલા દેશોએ પોતાના નાગરીકોને ચીનની વેક્સિન આપી હતી પરંતુ વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ આ દેશોમાં કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો

  • Publish Date - 4:45 pm, Mon, 19 July 21 Edited By: Bhavyata Gadkari
શું ચીનને નથી પોતાની વેક્સિન પર ભરોસો ? પોતાના નાગરીકોને આપશે જર્મન વેક્સિન
China will give German Vaccine to their citizens

ચીનનો દાવો છે કે તેણે 140 કરોડ લોકોને વેક્સિનેટ કરી દીધા છે અને હવે ચીનના જે પણ નાગરીકોએ સ્વદેશી વેક્સિનના બંને ડોઝ લીધા છે તેઓને જર્મનીની વેક્સિનનો બૂસ્ટર ડોઝ (China Booster Dose) આપવામાં આવશે. આ વેક્સિનને ચીનની ફોસુન ફાર્મા અને જર્મનીની બોયએનટેક મળીને બનાવી રહી છે. બંને કંપની દ્વારા બનાવાયેલી વેક્સિન MRNA નો બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવામાં આવશે

આ વેક્સિનનો ઉપયોગ મોટેભાગે અમેરીકા અને યુરોપના દેશોમાં કરવામાં આવી રહ્યો છે. ફોસુન ફાર્મા પાસે ચીનમાં આ વેક્સિન બનાવવાનો અને તેનું વિતરણ કરવાનો વિશેષ અધિકાર છે. આ વેક્સિન કોરોનાની સામે 95 ટકા જેટલી પ્રભાવશાળી છે.

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે જે દેશોએ પોતાના નાગરીકોને ચીનની વેક્સિન આપી છે તેઓ પસ્તાઇ રહ્યા છે. રશેલ્સ, મંગોલીયા અને બહેરીન સમેતના 90 જેટલા દેશોએ પોતાના નાગરીકોને ચીનની વેક્સિન આપી હતી પરંતુ વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ આ દેશોમાં કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો અને ફરીથી લૉકડાઉનની સ્થિતી ઉભી થઇ ગઇ છે.

ચીનની વેક્સિન લઇ ચૂકેલા દેશમાં કોરોનાના કેસ ફરીથી લધવા લાગતા ચીનની સરકારે પોતના નાગરીકોને બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય લીધો છે. તો હવે સવાલ ઉભો થાય છે કે શું ચીનને પોતાની વેક્સિન પર ભરોસો નથી ?

તમને જણાવી દઇએ કે, આ પહેલી વાર નથી કે જ્યારે ચીન સામે સવાલો ઉભા થયા હોય. અગાઉ ચીન પાસેથી ખરીદવામાં આવેલી કોરોના ટેસ્ટ કીટ સામે પણ કેટલાક દેશોએ સવાલ કર્યા હતા. ચીને બનાવેલી ટેસ્ટ કીટ સચોટ પરિણામ ન આપતુ હોવાનો દાવો કેટલાક દેશોએ કર્યો હતો અને હવે ચીનની વેક્સિન ખરીદ્યા બાદ તેમને પસ્તાવવાનો વારો આવ્યો છે

આ પણ વાંચો – Bus Accident in Pakistan : પાકિસ્તાનમાં ઈદ મનાવવા લોકોને વતન લઈ જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, 30ના મોત, 40થી વધુને ઈજા

આ પણ વાંચો – Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત