દિવાળી પર હવે અમેરિકામાં ફૂટશે ફટાકડા, સાંસદોએ પાસ કર્યું બિલ

|

Feb 07, 2023 | 5:10 PM

દિવાળી પ્રથમ વખત 2002માં વ્હાઇટ હાઉસમાં ઉજવવામાં આવી હતી અને 2007માં યુએસ સરકારે આ તહેવારને સત્તાવાર માન્યતા આપી હતી. 2021 માં તહેવારને ફેડરલ રજા તરીકે જાહેર કરવા માટે યુ.એસ.માં દિવાળી ડે એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

દિવાળી પર હવે અમેરિકામાં ફૂટશે ફટાકડા, સાંસદોએ પાસ કર્યું બિલ
દિવાળી પર હવે અમેરિકામાં ફટાકડા ફૂટશે, સાંસદોએ પાસ કર્યું બિલ
Image Credit source: File Photo

Follow us on

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં વર્ષ 2002માં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી ન હતી. હવે અમેરિકામાં યૂટા સેનેટના સાંસદોએ દિવાળી પર ફટાકડા ફોડવાની મંજૂરી આપવાનું બિલ સર્વસંમતિથી પસાર કર્યું છે. આ બિલ દક્ષિણ જોર્ડનના સેનેટર લિંકન ફિલમોરે રજૂ કર્યું હતું. ABC 4એ આ માહિતી આપી હતી. આ બિલ દિવાળી દરમિયાન પાંચ દિવસ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાચો: Kutch : પ્રવાસન પ્રધાન જી કિશન રેડ્ડી, રુપાલાની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડોમાં G20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિઓની બેઠકનો દોર

ફિલમોરે કહ્યું કે, હેરિમનમાં તેમના એક મતદારે તેમનો સંપર્ક કર્યો અને તેમને બિલ અંગેનો તેમનો વિચાર આપ્યો, જેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જતા પહેલા માત્ર એક વધુ મતની જરૂર છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

હું યૂટાના ભારતીય સમુદાયની પ્રશંસા કરું છું

સેનેટર ફિલમોરે કહ્યું, હું યૂટાના ભારતીય સમુદાયની પ્રશંસા કરું છું. પડોશી સમુદાયોને જોડવા માટે કાર્યક્રમોનું આયોજન કરવાના તેમના સહયોગી પ્રયાસો તેમજ હિંદુ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ વિશે શિક્ષણ વધારવાના તેમના પ્રયાસોએ આપણા રાજ્યમાં વધુ સારી સમજણ ઊભી કરવામાં મદદ કરી છે.

આ વર્ષે દિવાળીને સત્તાવાર માન્યતા મળી

દિવાળી પ્રથમ વખત 2002માં વ્હાઇટ હાઉસમાં ઉજવવામાં આવી હતી અને 2007માં યુએસ સરકારે આ તહેવારને સત્તાવાર માન્યતા આપી હતી. 2021માં તહેવારને ફેડરલ રજા તરીકે જાહેર કરવા માટે યુ.એસ.માં દિવાળી ડે એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

2022માં વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી

ભારત સહિત અનેક દેશોમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. પાકિસ્તાન, શ્રીલંકા, યુનાઈટેડ આરબ અમીરાત, અમેરિકા અને કેનેડા સહિત, વિશ્વના અનેક દેશો દિવાળીની ઉજવણીમાં (Diwali celebration) તરબોળ જોવા મળ્યા હતા. અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઈડન, ફર્સ્ટ લેડી જીલ બાઈડન અને USA વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે પણ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી હતી.

વ્હાઇટ હાઉસમાં દીપ પ્રગટાવવાના આ તહેવાર પર એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા અમેરિકન દિગ્ગજો અને ભારતીય અમેરિકનોએ હાજરી આપી હતી. વ્હાઇટ હાઉસમાં બાઈડન અને તેમની પત્ની જીલ બાઈડન દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Article