Earthquake: તુર્કી બાદ અમેરિકાના આ શહેરમાં પણ ભૂકંપનો આંચકો, 3.8ની તીવ્રતા નોંધાઈ

Kunjan Shukal

|

Updated on: Feb 06, 2023 | 11:41 PM

Earthquake In New York: અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વે વિભાગે પ્રાથમિક જાણકારીમાં જણાવ્યું કે સ્થાનિક સમયનુસાર સવારે 6 વાગ્યેને 15 મિનિટ પર આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ બફેલોનું વેસ્ટ સિનેકા શહેર હતું અને તેની તીવ્રતા 3.8 માપવામાં આવી છે.

Earthquake: તુર્કી બાદ અમેરિકાના આ શહેરમાં પણ ભૂકંપનો આંચકો, 3.8ની તીવ્રતા નોંધાઈ
Image Credit source: File Image

તુર્કી બાદ અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યના પશ્ચિમી ભાગમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા. આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવી રહ્યો છે. આ ભૂકંપથી જાનમાલને કોઈ નુકસાન પહોંચ્યુ નથી. અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વે વિભાગે પ્રાથમિક જાણકારીમાં જણાવ્યું કે સ્થાનિક સમયનુસાર સવારે 6 વાગ્યેને 15 મિનિટ પર આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ બફેલોનું વેસ્ટ સિનેકા શહેર હતું અને તેની તીવ્રતા 3.8 માપવામાં આવી છે.

તુર્કીમાં આવ્યો ભયાનક ભૂકંપ

તુર્કીમાં સવારે આવેલા આવેલા વિનાશક ભૂકંપ બાદ સાંજે ફરીથી 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કીમાં સવારે આવેલા ભૂકંપને પગલે ભારે વિનાશ સર્જાયો છે અને ભારે તબાહી જોવા મળી રહી છે. દેશના લગભગ 10 પ્રાંતોમાં 2800થી વધુ ઈમારતો ધરાશાયી થઈ છે.

તુર્કીમાં સોમવારે આવેલા ભૂકંપના જોરદાર આંચકા બાદ અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અને 1600થી વધુ લોકોના મોત થયા છે. ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે થોડી જ સેકન્ડોમાં વિનાશ વેરાયો. ભૂકંપના જોરદાર આંચકાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તુર્કીના 10 પ્રભાવિત પ્રાંતોમાં 2800થી વધુ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ભૂકંપની તીવ્રતા 7.8 હતી.

PM મોદીએ કહ્યું- ભારત તમામ સંભવિત મદદ માટે તૈયાર

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારત તુર્કીના લોકો સાથે છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, ભૂકંપના કારણે દક્ષિણ પૂર્વ તુર્કી સહિત સીરિયામાં મોટું નુકસાન થયું છે.

સેંકડો લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

ભૂકંપના આંચકા અનુભવતાની સાથે જ લોકો દોડવા લાગ્યા હતા. તરત જ લોકો પોતાની ગાડીઓ બહાર કાઢીને ખુલ્લી જગ્યા બાજુ જવા લાગ્યા હતા. કદાચ આખા શહેરમાં દરેક લોકો પોતાનો જીવ બચાવવા દોડી રહ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં સેંકડો લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 150થી વધુ ઈમારતો ધરાશાયી થઈ છે. પહેલા ભૂકંપ અને પછી બરફના તોફાને બચાવકાર્યમાં અડચણ ઉભી કરી છે.

તુર્કીમાં ભારે હિમવર્ષા

ઇસ્તાબુલ અને અંકારાથી પૂર્વીય તુર્કીની ફ્લાઇટ્સ ઇસ્તાબુલમાં પવન, વરસાદ અને બરફના કારણે અને અંકારામાં ભારે હિમવર્ષાને કારણે રદ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં હવે સરળતાથી પહોંચી શકાતું નથી. પૂર્વી તુર્કીમાં ગાઝિયાટેપમાં પણ ભારે હિમવર્ષા થઈ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati