Sri Lanka New PM: દિનેશ ગુણવર્દને બન્યા શ્રીલંકાના નવા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કેબિનેટ મંત્રીઓને લેવડાવ્યા શપથ

પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યકાળ દરમિયાન એપ્રિલમાં દિનેશ ગુણવર્દનેને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ વિદેશ મંત્રી અને શિક્ષણ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.

Sri Lanka New PM: દિનેશ ગુણવર્દને બન્યા શ્રીલંકાના નવા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કેબિનેટ મંત્રીઓને લેવડાવ્યા શપથ
Sri Lanka PM Dinesh Gunawardene
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 11:05 AM

શ્રીલંકાના વરિષ્ઠ નેતા દિનેશ ગુણવર્દનેને (Dinesh Gunawardene) દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના (former President Gotabaya Rajapaksa) કાર્યકાળ દરમિયાન એપ્રિલમાં ગુણવર્દનેને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ વિદેશ મંત્રી અને શિક્ષણ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. નવા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે (New President Ranil Wickremesinghe) શુક્રવારે તેમની કેબિનેટને શપથ લેવડાવ્યા હતા. વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ બન્યા પછી વડા પ્રધાનનું પદ ખાલી થયું હતું. 6 વખત વડાપ્રધાન રહી ચૂકેલા વિક્રમસિંઘેએ ગુરુવારે દેશના 8મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમણે દેશની અભૂતપૂર્વ આર્થિક કટોકટીનો સામનો કરવા માટે તમામ રાજકીય પક્ષોને સાથે મળીને કામ કરવા હાકલ કરી છે. નોંધપાત્ર રીતે, એ જ નેતાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમાં ગુણવર્દનેનો સમાવેશ થાય છે, જેઓ કાર્યકારી પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વિક્રમસિંઘેની કેબિનેટના સભ્યો હતા.

વિક્રમસિંઘેએ તમામ રાજકીય પક્ષોને દેશ સામે ચાલી રહેલા અભૂતપૂર્વ આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે સાથે મળીને કામ કરવા હાકલ કરી છે. નોંધપાત્ર રીતે, એ જ નેતાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમાં ગુણવર્દનેનો સમાવેશ થાય છે, જેઓ કાર્યકારી પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વિક્રમસિંઘેની કેબિનેટના સભ્યો હતા. જ્યારે, વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ બન્યા બાદ હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે રાહત સોદા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ચાલી રહેલી વાટાઘાટો ચાલુ રહેશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

વિરોધીઓ વિરોધ સમાપ્ત કરશે!

દરમિયાન, વિરોધીઓ કે જેઓ એપ્રિલથી વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનની બહાર પડાવ નાખી રહ્યા છે, તેઓએ કહ્યું કે તેઓ તેમના વિરોધને બંધ કરી રહ્યા છે. વિરોધીઓના જૂથના પ્રવક્તાએ કહ્યું, “સંવિધાનનું સન્માન કરવું જોઈએ અને આ પ્રદર્શનને પાછું ખેંચી લેવું જોઈએ તેવી ચર્ચા કરવામાં આવી છે.” કહ્યું કે જ્યાં સુધી વિક્રમસિંઘે રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ તેમનો સંઘર્ષ ચાલુ રાખશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">