ઓપરેશન સિંદૂર બાદ અમેરિકાને આવ્યુ ડહાપણ, દિલ્હી બ્લાસ્ટની તપાસ અંગે કહ્યુ “ભારતને અમારી મદદની જરૂર નથી, તે ખુદ સક્ષમ”
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ દિલ્હી બ્લાસ્ટની તપાસ અંગે ભારતને મદદની ઓફરના સવાલ પર કહ્યુ કે ભારતીય એજન્સીઓ આ પ્રકારની ઘટનાઓની તપાસ કરવામાં પુરી સક્ષમ છે. તેમને અમારી મદદની જરૂર નથી.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ બુધવારે કહ્યુ કે તેના દેશમાં બોંબ બ્લાસ્ટની તપાસમાં ભારતની મદદનો ઓફર કરી હતી. રૂબિયોએ ભારતીય તપાસ એજન્સીઓની પ્રશંસા કરતા કહ્યુ, તેમના તપાસકર્તા અધિકારીઓ ઘણા પ્રોફેશનલ છે અને તપાસ કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમને અમારી મદદની જરૂર નથી.
જી-7 વિદેશ મંત્રીઓની બેઠક બાદ કેનેડાના પત્રકારો સાથે વાત કરતા રૂબિયોએ કહ્યુ અમે મદદની ઓફર કરી પરંતુ મને લાગે છે કે આ પ્રકારની ઘટનાઓની તપાસ કરવામાં તેઓ સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમને અમારી મદદની જરૂર નથી અને તેઓ સારુ કામ કરી રહ્યા છે.
દેશની રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં 09 લોકો માર્યા ગયા અને ડઝનેકથી વધુ ઘાયલ થયા છે. ભારત સરકારે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને સુરક્ષા એજન્સીઓએ મોટા પાયે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફોરેન્સિક ટીમો અને આતંકવાદ વિરોધી એકમો સતત પુરાવાઓની તપાસ કરી રહ્યા છે, અને અધિકારીઓ હુમલા પાછળનો હેતુ અને જવાબદારોને શોધવા માટે કામ કરી રહ્યા છે.
નવી દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસે પણ ભારત સાથે એકજૂટતા વ્યક્ત કરી હતી અને લાલ કિલ્લા પર થયેલા બોમ્બ વિસ્ફોટની નિંદા કરતા એક નિવેદન બહાર પાડ્યું હતું. ભારતમાં યુએસ રાજદૂત સર્જિયો ગોરે 11 નવેમ્બરના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, “નવી દિલ્હીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે અમારી સંવેદના અને પ્રાર્થના છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.”
જયશંકર અને રુબિયો કેનેડામાં મળ્યા હતા
અગાઉ, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે G-7 વિદેશ પ્રધાનોની બેઠકની બાજુમાં યુએસ સચિવ માર્કો રુબિયો સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા તાજેતરના વિસ્ફોટ સહિત અનેક દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, જયશંકરે કહ્યું હતું કે તેઓ દિલ્હી વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો માટે માટે રુબિયોની સહાનુભૂતિની કદર કરે છે.
