Ukraine Russia War: સંરક્ષણ નિષ્ણાતનો દાવો, યુક્રેન કટોકટી અસાધારણ સ્થિતિમાં લાંબા સમય સુધી ચાલશે
લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને કહ્યું છે કે યુક્રેનમાંથી તમામ ભારતીયોને કિવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાક ભારતીયો હજુ પણ ખાર્કિવમાં હાજર છે, જ્યાં રશિયન સેના તરફથી હવાઈ હુમલા અને તોપમારો ચાલુ છે.
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ (Ukraine Russia War) તીવ્ર બની રહ્યું છે. રશિયન સેનાએ (Russian Army) પૂર્વી યુક્રેન પર ઝડપથી હુમલો કર્યા બાદ પશ્ચિમ યુક્રેન (Ukraine) તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં યુદ્ધ ભયાનક દિશામાં પહોંચવાનો ભય વધી રહ્યો છે. યુક્રેનમાં ઝડપથી બગડતી પરિસ્થિતિ વચ્ચે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને કહ્યું છે કે યુક્રેનમાંથી તમામ ભારતીયોને કિવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાક ભારતીયો હજુ પણ ખાર્કિવમાં હાજર છે, જ્યાં રશિયન સેના તરફથી હવાઈ હુમલા અને તોપમારો ચાલુ છે. આ એક અસામાન્ય પરિસ્થિતિ છે જે એક-બે દિવસમાં સમાપ્ત થવાની નથી. આપણે તૈયાર રહેવું પડશે કે યુક્રેનમાં જે સ્થિતિ સર્જાઈ છે તે લાંબા સમય સુધી ચાલુ રહેશે.
યુક્રેનની કટોકટી અંગે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને કહ્યું કે આવી સ્થિતિમાં તે સૌથી મહત્વપૂર્ણ છે કે ત્યાં ફસાયેલા સામાન્ય લોકોમાંથી કોઈ પણ તેમની આગેવાની માટે નેતા તરીકે બહાર આવે. આ નિર્ણય લેવામાં મદદ કરે છે. આ સમયે સંસાધનોને બચાવવાની જરૂર છે. બોમ્બમારા અને ગોળીબારની એક પેટર્ન છે જેને લોકોએ સમજવાની જરૂર છે. વચ્ચેનો સમય જરૂરી વસ્તુઓ ભેગી કરવા માટે વાપરવો જોઈએ. આ દરમિયાન, મૂળભૂત સલામતી માર્ગદર્શિકા ધ્યાનમાં રાખવી જોઈએ. આ પરિસ્થિતિઓ દરમિયાન સામાન્ય રીતે લશ્કરી અને સરકારી ઈમારતો પર હુમલો કરવામાં આવે છે. આવી ઈમારતોમાં ન રહો. ખોરાક અને પાણીનો શક્ય તેટલો સંગ્રહ કરો. એકબીજાની મદદ લો.
કોઈપણ યુદ્ધની સ્થિતિમાં વાતચીતનું માધ્યમ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. 1-2 ફોન હંમેશા સક્રિય હોવા જોઈએ, દૂતાવાસોના સંપર્કમાં રહો. NGO અને કલ્યાણ સંસ્થાઓની મદદ લો. તમે જ્યાં છો તેની નજીકના પાણીના સ્ત્રોતને ઓળખો.
મંગળવારે યુક્રેનની રાજધાની કિવમાં એક ટીવી ટાવર પર હુમલો થયો હતો. આ માહિતી આપતાં દેશની સંસદે એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં ટાવરની આસપાસ ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળે છે. હુમલા બાદ ટીવી ચેનલોએ પ્રસારણ બંધ કરી દીધું હતું. રશિયાના સંરક્ષણ મંત્રાલયે બુધવારે દાવો કર્યો હતો કે રશિયન વિમાનોએ હવાઈ હુમલામાં યુક્રેનની રાજધાનીમાં મુખ્ય ટીવી ટાવરને નષ્ટ કરી દીધો હતો. આ સાથે કહ્યું કે હુમલામાં રહેણાંક ઈમારતોને નિશાન બનાવવામાં આવી નથી.
આ પણ વાંચો – Russia Ukraine War: યુક્રેનના ખાર્કિવમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીનના ભાઈએ સરકારને કરી આ અપીલ
આ પણ વાંચો – Russia Ukraine War: ખાર્કિવમાં રહેતા ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર, તાત્કાલિક અસરથી શહેર છોડવાની સલાહ