AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War : યુદ્ધમાં રશિયાના મેજર જનરલનું મોત, પુતિનની સેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો

Russian Major General Death: યુક્રેને યુદ્ધમાં ઉચ્ચ કક્ષાના રશિયન સૈન્ય અધિકારીને ઠાર માર્યા છે. રશિયાના મેજર જનરલ આન્દ્રે સુખોવેત્સ્કીના મૃત્યુને પુતિનની સેના માટે આ યુદ્ધમાં અત્યાર સુધીનો મોટો આંચકો ગણાવવામાં આવે છે.

Russia-Ukraine War : યુદ્ધમાં રશિયાના મેજર જનરલનું મોત, પુતિનની સેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો
Andrei Sukhovetsky, Major General of Russia
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 6:41 PM
Share

રશિયન સેના, યુક્રેનના ક્રેનમાં ભીષણ યુદ્ધ લડી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં રશિયન મિસાઈલોએ કિવ અને ખાર્કિવને નષ્ટ કરી નાખ્યું છે. યુક્રેનનું ખેરસન શહેર હવે રશિયાના કબજા હેઠળ છે. પરંતુ આ લડાઈમાં યુક્રેનની સાથેસાથે રશિયાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. સમાચાર આવી રહ્યા છે કે આ યુદ્ધમાં રશિયન મેજર જનરલ રેન્કના અધિકારી આંદ્રે સુખોવેત્સ્કીનું મોત થયું છે. યુક્રેન વતી આ યુદ્ધમાં માત્ર સેના જ નહીં પરંતુ 20 હજારથી વધુ નાગરિકો ભાગ લઈ રહ્યા છે, જેમને ઝેલેન્સકીએ હથિયાર આપ્યા છે.

ઈસ્ટર્ન યુરોપ મીડિયા પ્લેટફોર્મ NEXTA એ આ દાવો કર્યો છે. મેજર જનરલ આન્દ્રે સુખોવેત્સ્કીનું મૃત્યુ એ રશિયન રેન્કના પ્રથમ ઉચ્ચ અધિકારી છે અને પુતિનની સેના માટે મોટો ઝટકો છે. ગયા ગુરુવારે શરૂ થયેલા યુદ્ધને આઠ દિવસ વીતી ગયા છે. દેખીતી રીતે આ લડાઈ પુતિને કલ્પના કરી હતી તે રીતે નથી રહી. બંને દેશની સેના, યુદ્ધમાં એકબીજાને ગંભીર પ્રકારે નુકસાન પહોંચાડવાનો દાવો કરી રહી છે.

ન્યૂઝવીકના અહેવાલ મુજબ, રશિયન સેન્ટ્રલ મિલિટરી ડિસ્ટ્રિક્ટના 41મા સંયુક્ત આર્મ્સ ફોર્સના ડેપ્યુટી કમાન્ડર આન્દ્રે સુખોવત્સ્કી 2 માર્ચે લડાઇમાં માર્યા ગયા હતા. ઈસ્ટર્ન યુરોપના મીડિયા પ્લેટફોર્મ નેક્સ્ટ્રાએ પણ આ રિપોર્ટ આપ્યો છે. અને તેને લગતુ ટ્વીટ પણ કર્યુ છે.

યુક્રેનિયન મીડિયા આઉટલેટ્સ અનુસાર, સુખોત્સ્કી ઓક્ટોબર 2021થી નોવોસિબિર્સ્કમાં કામગીરીની દેખરેખ રાખી રહ્યો હતો. અહેવાલો અનુસાર, આન્દ્રે સુખોત્સ્કી, રશિયાના મેજર જનરલના રેન્કના અધિકારી હતા. જો કે રશિયન સેનાએ અત્યાર સુધી સુખોવત્સ્કીના મોત અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

રશિયન ભૂતપૂર્વ સૈનિકોએ આન્દ્રે સુખોત્સ્કીના મૃત્યુ વિશે કહ્યું છે કે અમે સુખોવત્સ્કીના મૃત્યુથી ખૂબ જ દુઃખી છીએ. અમારા ઘણા મિત્રો યુક્રેનમાં વિશેષ લશ્કરી કાર્યવાહી દરમિયાન માર્યા ગયા છે.

ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ બેલિંગકેટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ક્રિસ્ટો ગ્રોજેવે મૃત્યુના સમાચારને ટ્વિટ કરીને કહ્યું કે, જો આ વાતની પુષ્ટિ થાય તો તે રશિયન સૈન્ય માટે એક ખુબજ હતાશાજનક હશે.

આ પણ વાંચોઃ

Ukraine Farmer Tank: રશિયાની ટેન્કને ટ્રેક્ટરથી ચોરી ગયો યુક્રેનનો ખેડૂત, જોતા રહી ગયા સૈનિકો

આ પણ વાંચોઃ

Photos: સતત 8માં દિવસે રશિયાના હુમલા ચાલુ, યુક્રેનના લોકો પોતાના ઘરોને ખંડેરમાં ફેરવાતા જોઈને ભાંગી પડ્યા

g clip-path="url(#clip0_868_265)">