UKમાં કોરોના વાઈરસને લઈ સ્થિતિ ગંભીર, ભારતે 31 ડિસેમ્બર સુધી તમામ ફ્લાઈટો કરી રદ

UKમાં કોરોના વાઈરસને લઈ સ્થિતિ ગંભીર, ભારતે 31 ડિસેમ્બર સુધી તમામ ફ્લાઈટો કરી રદ

કોરોના વાઈરસના (Corona) નવા સ્ટેન મળવા અને યુકેમાં (United Kingdom) હાલમાં કોરોનાની સ્થિતિને જોતા ભારત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

Kunjan Shukal

|

Dec 21, 2020 | 5:48 PM

કોરોના વાઈરસના (Corona) નવા સ્ટેન મળવા અને યુકેમાં (United Kingdom) હાલમાં કોરોનાની સ્થિતિને જોતા ભારત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. યૂકેથી ભારત આવનારી તમામ ઉડાનોને અસ્થાયી રીતે 31 ડિસેમ્બર સુધી રદ કરવામાં આવી છે. ઉડાનો 22 ડિસેમ્બરથી રદ થશે.

 

 

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે આ ઉડાનો 22 ડિસેમ્બરે 11 કલાક 59 મિનિટથી રદ થશે અને 31 ડિસેમ્બરે 11 કલાક 59 મિનિટ સુધી રદ રહશે. સાવચેતીના ભાગરૂપે યુકેથી આવતી ફ્લાઈટમાં તમામ મુસાફરોના આગમન પર આરટી-પીસીઆર પરીક્ષણ ફરજિયાત રહેશે. રિપોર્ટ નેગેટિવ આવવા પછી પણ મુસાફરોને 14 દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે.

 

આ પણ વાંચો: રાજ્યસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય ચૂંટણી પંચે આપ્યા આ આદેશ

યૂકેમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા બાદ ઘણા દેશોએ સાવચેતી દાખવતા વિમાન સેવા સ્થગિત કરી દીધી છે. યુકે સરકારનું કહેવું છે કે કોરોનાનાનો નવો સ્ટ્રેન 70 ટકા ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને લઈ દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ફ્રાંસ, જર્મની, ઈટલી, નેધરલેન્ડ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, આયરલેન્ડ અને બલ્ગેરિયા પહેલા જ યૂકે પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati