Corona Vaccine: 16 વર્ષનો છોકરો કોરોના રસી લીધા બાદ બન્યો કરોડપતિ, આવ્યો હતો હાર્ટ એટેક

Tv9 Web Desk8

|

Updated on: Aug 20, 2021 | 9:30 PM

વિવિધ દેશોની સરકારો લોકોને કોવિડ -19 રસી મેળવવા માટે સમજાવવા અલગ અલગ રીતોનો ઉપયોગ કરી રહી છે. જો કે, કોઈ સરકારે હજી સુધી રસી મુકાવનાર કોઈને પણ કરોડપતિ બનાવ્યા હોય એવુ બન્યુ નથી.

Corona Vaccine: 16 વર્ષનો છોકરો કોરોના રસી લીધા બાદ બન્યો કરોડપતિ, આવ્યો હતો હાર્ટ એટેક
File Image

Follow us on

વિવિધ દેશોની સરકારો લોકોને કોવિડ -19 રસી(corona vaccine) મેળવવા માટે સમજાવવા અલગ અલગ રીતોનો ઉપયોગ કરી રહી છે. જો કે કોઈ સરકારે હજી સુધી રસી મુકાવનાર કોઈને પણ કરોડપતિ(millionaire) બનાવ્યા હોય એવુ બન્યુ નથી.

સિંગાપોરમાં કોવિડ -19 રસીએ 16 વર્ષના છોકરાના જીવનમાં એક અલગ જ ઘટના સર્જી. રસી લીધા પછી છોકરો પહેલા બીમાર પડ્યો અને પછી અચાનક કરોડપતિ બન્યો. ફાઈઝરની કોવિડ -19 રસી(Pfizer’s Covid-19 vaccine) લીધાના છ દિવસ પછી કિશોરને હાર્ટ એટેક( heart attack) આવ્યો હતો. તે 16 વર્ષના છોકરાએ વિચાર્યુ પણ નહોતુ કે હાર્ટ એટેકમાંથી સાજો થયા બાદ તે કરોડપતિ(millionaire) બનશે. સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે તેમને કરોડો રૂપિયાનું વળતર આપ્યું છે.

ખરેખર રસી લીધા પછી છોકરાને હાર્ટ એટેક આવ્યો હતો. સિંગાપોરના વેક્સિન ઈનજરી ફાયનાન્સિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ(VIFAP) મુજબ જો કોઈ વ્યક્તિને રસી(corona vaccine) લીધા પછી કોઈપણ સમસ્યાનો સામનો કરવો પડે છે તો તેને આર્થિક મદદ આપવામાં આવે છે. તેથી છોકરાને કોવિડ -19ની રસીની આડઅસરોનો સામનો કરવો પડ્યો હોવાનું માનવામાં આવ્યુ હોવાથી સિંગાપોર સરકારે તેને 2.25 લાખ સિંગાપોર ડોલર આશરે 1.23 કરોડ રૂપિયા આપ્યા.

છોકરાનું રસીની આડઅસર માટે પણ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે કિશોરને મ્યોકાર્ડિટિસ નામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેને રસીકરણ પછી હાર્ટ એટેક આવ્યો હતો. સરકારી અહેવાલ મુજબ આ સમસ્યા કોવિડ -19 રસીની આડઅસર હોઈ શકે છે.

આ સ્થિતિ વાયરલ ચેપને કારણે થાય છે. આમાં હૃદય નબળુ પડી જાય છે, તેથી હાર્ટ એટેકની શક્યતા મજબૂત બને છે. આ દર્દીના મૃત્યુમાં પણ પરિણમી શકે છે. આ સિવાય છાતીમાં દુખાવા જેવા લક્ષણો અને કેટલાક કિસ્સાઓમાં ભારે શ્વાસની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

હાલમાં છોકરો હોસ્પિટલમાં છે અને તે ઠીક છે. સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે છોકરાને કેટલાક દિવસો સુધી સારવારની જરૂર પડશે. જો કે સિંગાપોરમાં રસીકરણ ડ્રાઈવ દરમિયાન આવું કંઈક ભાગ્યે જ બન્યું હશે, પરંતુ છોકરાનો કેસ અલગ હતો. મોટાભાગના લોકોને રસીથી સકારાત્મક પરિણામો મળ્યા છે.

આ પણ વાંચો – Corona Vaccine : આરોગ્ય પ્રધાને વેક્સિનેશનને પ્રમોટ કરવા માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલની કરી પ્રશંસા

આ પણ વાંચો – Aadhaar Card નો તમારો ફોટો પસંદ નથી? ચિંતા ન કરશો , હવે તમે સરળતાથી તસ્વીર બદલી શકો છો , જાણો શું છે પ્રક્રિયા

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati