Aadhaar Card નો તમારો ફોટો પસંદ નથી? ચિંતા ન કરશો , હવે તમે સરળતાથી તસ્વીર બદલી શકો છો , જાણો શું છે પ્રક્રિયા

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડ પર તેમનો ફોટો અપડેટ કરવાની મંજૂરી આપે છે. અહીં અમે તમને આધાર કાર્ડમાં સારો ફોટો લગાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. આધાર કાર્ડધારકો તેમના નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લઈને આ ફેરફાર કરી શકે છે.

Aadhaar Card નો તમારો ફોટો પસંદ નથી? ચિંતા ન કરશો , હવે તમે સરળતાથી તસ્વીર બદલી શકો છો , જાણો  શું છે પ્રક્રિયા
Aadhar Card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 2:10 PM

આધાર કાર્ડ (Aadhar card) એ આજના સમયમાં મહત્વના દસ્તાવેજોમાંનું એક છે. તમામ સરકારીથી લઈને ખાનગી સંસ્થાઓ સુધીના અનેક કામોમાં આધાર કાર્ડ જરૂરી છે. ઘણા કિસ્સાઓમાં એવું બને છે કે આપણામાંના કેટલાક લોકો એવા છે જે આધાર કાર્ડ પરના ફોટાથી ખુશ નથી. ક્યારેક આ ફોરો મજાકનું સાધન પણ બને છે. જો તમે પણ એવા લોકોમાં છો કે જેઓ આધાર કાર્ડમાં ફોટોથી ખુશ નથી અને તેને બદલવાનું વિચારી રહ્યા છે, તો હા આ શક્ય છે , ચાલો તમને જણાવીએ કે તમે કેટલાક સ્ટેપ્સ ફોલો કરી સરળતાથી ફોટો બદલી શકો છો.

UIDAI ફોટો અપડેટ માટે વિકલ્પ આપે છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડ પર તેમનો ફોટો અપડેટ કરવાની મંજૂરી આપે છે. અહીં અમે તમને આધાર કાર્ડમાં સારો ફોટો લગાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. આધાર કાર્ડધારકો તેમના નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લઈને આ ફેરફાર કરી શકે છે. તો ચાલો જાણીએ શું છે પ્રક્રિયા …

અહીં આધાર કાર્ડમાં ફોટો બદલવાની પ્રક્રિયા છે 1. સૌથી પહેલા તમારે UIDAI ની વેબસાઈટ uidai.gov.in પર લોગઈન કરવું પડશે અને આધાર ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. 2. આ આધાર ફોર્મ ભરો અને તેને નજીકના આધાર રજીસ્ટ્રેશન કેન્દ્ર પર સબમિટ કરો. 3. હવે કર્મચારી તમારી બાયોમેટ્રિક વિગતો આધાર રજીસ્ટ્રેશન કેન્દ્ર પર લેશે. 4. હવે આધાર રજીસ્ટ્રેશન કેન્દ્રનો કર્મચારી તમારો ફોટો લેશે. 5. હવે આધાર રજીસ્ટ્રેશન કેન્દ્રનો કર્મચારી ફીના રૂ 25+GST લઈને તમારા આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરશે. 6. આધાર રજીસ્ટ્રેશન કેન્દ્રનો કર્મચારી તમને URN સાથે એક સ્લિપ પણ આપશે. 7. તમે આ URN નો ઉપયોગ કરી ચેક શકો છો કે તમારા આધાર કાર્ડનો ફોટો બદલવામાં આવ્યો છે કે નહીં. 8. આધાર કાર્ડનો ફોટો અપડેટ થયા બાદ, નવા ફોટો સાથે અપડેટેડ આધાર કાર્ડ UIDAI વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

૩૦ સપ્ટેમ્બર સુધીમાં PAN-AADHAR LINK કરો સરકાર કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર લાવી રહી છે. જો તમે 30 સપ્ટેમ્બર સુધીમાં તમારા પાનકાર્ડ (Pan Card)ને આધાર(Aadhar) સાથે લિંક નહિ કરો તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે.આવકવેરા વિભાગે(Income Tax Department) બે દસ્તાવેજોને લિંક કરવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ નક્કી કરી હતી આ અવધિ બાદ જેમના પાન – આધાર લિંક નહિ હોય તેમને દંડ ભરવો પડશે. આ સાથે તેમનો પાન નિષ્ક્રિય(Deactivate) કરવામાં આવશે.

આ પણ વાંચો :  DRI એ ડયુટી ચોરીના કેસમાં Samsung Electronics પાસે 300 કરોડ રૂપિયા વસૂલ્યા , જાણો શું છે મામલો

આ પણ વાંચો :  Share Market : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારની ઘટાડા સાથે શરૂઆત, જાણો પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સમાં શું છે હલચલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">