AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટોક્યોમાં સામાન્ય માનવીની જેમ જીવતા જોવા મળ્યા ચીનના અબજોપતિ જેક મા

ઈ કોમર્સ કંપનીના માલિક અને ચીનના અબજોપતિ જેક મા જાપાનના ટોક્યોમાં (Tokyo) સામાન્ય માનવીની જેમ જીવતા જોવા મળ્યા છે. છેલ્લા કેટલાય મહિનાથી જેક મા જાપાનમાં રહે છે. ચીનના આ અબજોપતિ 2020થી અબજોપતિને બદલે એક સમાન્ય માનવીની જેમ જીવન જીવી રહ્યાં છે.

ટોક્યોમાં સામાન્ય માનવીની જેમ જીવતા જોવા મળ્યા ચીનના અબજોપતિ જેક મા
Jack Ma was spotted in Tokyo ( file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 6:52 AM
Share

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાવનાર ચીન સંબધિત સમાચાર સામે આવી રહ્યાં છે. ચીનના અબજોપતિ અને ઈ કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક જેક મા છેલ્લા કેટલાક સમયથી જાપાનમાં પોતાનુ જીવન વિતાવી રહ્યાં છે. તાજેતરમાં જેક મા જાપાનના ટોક્યોમાં જોવા મળ્યા છે. ચીનના અબજોપતિ જેક મા 2020થી સામાન્ય માનવીની જેમ જીવન વ્યતિત કરી રહ્યાં હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર જેક મા પોતાના પરિવારજનો સાથે જાપાનની રાજધાની ટોક્યોમાં રહે છે. તાજેતરમાં જ જેક મા ટોક્યો શહેરની બહાર ગ્રામ્ય વિસ્તારોમાં સ્કી રિસોર્ટમાં જોવા મળ્યા હતા. તેમણે તાજેતરના મહિનાઓમાં યુએસ અને ઈઝરાયેલની મુલાકાત પણ લીધી છે

સરકારની નીતિની ટીકા બાદ થયા હતા ગુમ

જેક માએ વર્ષ 2020માં ચીનની નીતિઓની ટીકા કરી હતી. ત્યારથી તેઓ મોટાભાગે ગુમ રહેતા હતો. તેઓ ભાગ્યે જ જાહેરમાં જોવા મળતા હતા. તેમણે ચીનની સરકારી બેંકો પર મોટો આક્ષેપ લગાવ્યો હતો. જેક માએ કહ્યું હતું કે અહીંની સરકારી બેંકની માનસિકતા વ્યાજખોરો જેવી છે. સરકારી બેંક સામે કરેલા આક્ષેપ બાદ, જેક માની કંપનીઓ એન્ટ અને અલીબાબાને ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જિનપિંગ સરકારે ગયા વર્ષે ANT કંપનીના $37 બિલિયનના IPO પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની સાથોસાથ અલીબાબા કંપની ઉપર 2.8 બિલિયન ડોલરનો આકરો દંડ પણ ફટકારવામા આવ્યો હતો.

મીડિયા અહેવાલ મુજબ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ વર્ષે ચીનમાં શૂન્ય કોવિડ નીતિ લાગુ કરી, ત્યારે ફરી એકવાર જેક માના ગુમ થવાના સમાચાર સામે આવ્યા હતા. શૂન્ય કોવિડ નીતિને કારણે, એપ્રિલ અને મે મહિનામાં શાંઘાઈ અને યાંગ્ત્ઝે નદીના ડેલ્ટાની આસપાસ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા લોકડાઉન લાદવાના વિરોધમાં આ સ્થળોએ ભારે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

જેક માનું શાંઘાઈના હાંગઝોઉમાં એક આલિશાન ઘર છે અને અહીં જ ઈ કોમર્સ કંપની અલીબાબાનું હેડ ક્વાર્ટર પણ આવેલું છે. ચીનના સરકારી અધિકારીઓ સાથે તણાવ વધ્યા બાદ જેક મા સ્પેન, નેધરલેન્ડ સહિત ઘણા દેશોમાં જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જેક મા તેમના અંગત રસોઇયા અને સુરક્ષા વ્યવસ્થાને પોતાની સાથે ટોક્યોમાં પણ લાવ્યા છે. આ સાથે, તેઓ ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે.

જેક માએ ભારતની પણ લીધી હતી મુલાકાત

ચીનની સરકાર સાથે વિવાદમાં ઉતર્યા પહેલા જેક માએ વર્ષ 2015માં ભારતની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન જેક માએ ભારતમાં પોતાના બિઝનેસ પાર્ટનર પણ બનાવ્યા હતા. જણાવી દઈએ કે જેક માનો જન્મ ખૂબ જ ખુબ જ સામાન્ય પરિવારમાં થયો હતો. જેક મા ચીનના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાંના એક ગણાઈ રહ્યાં છે. આ પછી તે ચીનના સૌથી અમીર વ્યક્તિમાંથી એક બની ગયા. વર્ષ 2019 માં, તેણે અચાનક અલીબાબાના ચેરમેન પદ પરથી નિવૃત્તિની જાહેરાત કરી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે તેઓ વર્ક ટેબલ પર કામ કરતા બીચ ઉપર મરવાનું વધુ પસંદ કરશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">