India-China Border Dispute: ભારત સાથે તણાવ વચ્ચે ચીનની નવી ચાલ, પ્રાદેશિક અખંડતાનો હવાલો આપી પસાર કર્યો ‘જમીન સરહદ કાયદો’
India-China Border Dispute: સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના સમાચાર મુજબ નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NCP)ની સ્થાયી સમિતિના સભ્યોએ શનિવારે સંસદની સમાપન બેઠક દરમિયાન આ કાયદાને મંજૂરી આપી છે.
દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને પવિત્ર જણાવતા ચીન(China)ની સંસદે ફ્રન્ટલાઈન વિસ્તારોના સંરક્ષણ અને ઉપયોગ સંબંધી એક નવો કાયદો પસાર કર્યો છે. જેની અસર ભારત સાથે બેઇજિંગ (Beijing)ના સીમા વિવાદ (India-China Border Dispute) પર પડી શકે છે.
સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના સમાચાર મુજબ નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NCP)ની સ્થાયી સમિતિના સભ્યોએ શનિવારે સંસદની સમાપન બેઠક દરમિયાન આ કાયદાને મંજૂરી આપી છે. આ કાયદો આગામી વર્ષના 1 જાન્યુઆરીથી લાગૂ કરવામાં આવશે. તેના મુજબ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતા પાવન અને પવિત્ર છે.
શિન્હુઆ મુજબ કાયદામાં એ પણ કહેવામાં આવ્યું છે કે, સીમા સુરક્ષાને મજબૂત કરવા, આર્થિક તેમજ સામાજિક વિકાસમાં મદદ આપવા, ફ્રન્ટલાઈન વિસ્તારોને ખોલવા, એવા ક્ષેત્રોમાં જનસેવા અને મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સારૂ બનાવા અને ત્યાંના લોકોના જીવન તેમજ કાર્યમાં મદદ આપવા માટે દેશ પગલા ભરી શકે છે.
તેઓ સીમાઓ પર રક્ષા, સામાજીક તેમજ આર્થિક વિકાસમાં સમન્વયને વધારવા માટે ઉપાય કરી શકે છે. દેશ સમાનતા, પરસ્પર વિશ્વાસ અને મિત્રતાપૂર્ણ વાતચીતના સિદ્ધાંતોના પાલન કરતા પડોશી દેશો સાથે જમીની સીમા સંબંધી મુદ્દાથી ઉકેલાશે અને ઘણા સમયથી સીમા સંબંધી બાકી મુદ્દાઓ અને વિવાદોને યોગ્ય સમાધાન માટે વાતચીતનો સહારો લેશે.
બેઈજિંગએ પોતાના 12 પડોશીઓ સાથે સીમા સંબંધી વિવાદ ઉકેલી લીધો છે. પરંતુ ભારત અને ભૂટાન (Bhutan) સાથે તેમને અત્યાર સુધી સીમા સંબંધી કરારને અંતિમ રૂપ આપ્યું નથી. ભારત અને ચીન (India-China Relations)વચ્ચે સીમા વિવાદ વાસ્તવિક નિયંત્રણ રેખા પર 3,488 કિલોમીટરના ક્ષેત્રમાં છે જ્યારે ભૂટાન સાથે ચીન (Bhutan-China Dispute)નો વિવાદ 400 કિલોમીટરની સીમા પર છે.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા (Harsh Vardhan Shringla)એ ગત અઠવાડીયે કહ્યું હતું કે, પૂર્વી લદાખ (Eastern Ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ઘટનાક્રમોએ ફ્રન્ટલાઈન વિસ્તારોમાં સુખ-શાંતિને ગંભીર રીતે અસર કર્યું છે અને સામાન્ય રીતે તેની અસર સંબંધો પર પણ પડી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષથી જ ભારત અને ચીન વચ્ચે સીમા પર વિવાદ ચાલે છે. જે હજુ સુધી ઉકેલી શકાયો નથી.
આ પણ વાંચો: તમામ સરકારી કર્મચારી પહેરશે સ્માર્ટ વોચ, હાજરીથી લઈ કર્મચારીના કામ પર રખાશે નજર, આ રાજ્યના CM એ કરી જાહેરાત