તમામ સરકારી કર્મચારી પહેરશે સ્માર્ટ વોચ, હાજરીથી લઈ કર્મચારીના કામ પર રખાશે નજર, આ રાજ્યના CM એ કરી જાહેરાત

Haryana: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, પ્રદેશના તમામ સરકારી કર્મચારી સ્માર્ટ વોચ પહેરશે જે ઓફિસ સમય દરમિયાન તેમના કામને ટ્રેક કરશે અને સાથે જ હાજરી પુરવાનું પણ કામ કરશે.

તમામ સરકારી કર્મચારી પહેરશે સ્માર્ટ વોચ, હાજરીથી લઈ કર્મચારીના કામ પર રખાશે નજર, આ રાજ્યના CM એ કરી જાહેરાત
Haryana CM Manohar Lal Khattar

હરિયાણા (Haryana) ના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે (CM Manohar Lal Khattar) શનિવારે સોહનાના સરમથલા ગામમાં ‘વિકાસ’ રેલી દરમિયાન કહ્યું કે, પ્રદેશના તમામ સરકારી કર્મચારી સ્માર્ટ વોચ પહેરશે જે ઓફિસ સમય દરમિયાન તેમના કામને ટ્રેક કરશે અને સાથે જ હાજરી પુરવાનું પણ કામ કરશે.

તેઓએ જણાવ્યું કે, બાયોમેટ્રિક (Attendance) સિસ્ટમ, જેનો પહેલા ઉપયોગ પ્રદેશના અનેક સરકારી કાર્યાલયોમાં હાજરી પુરવા માટે કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. ખટ્ટરે કહ્યું કે, જલ્દી જ તેના માટે GPS સ્માર્ટ વોચ આપવામાં આવશે.

હકીકતમાં પ્રદેશમાં સરકારી અધિકારી અઠવાડીયામાં એક વાર ઓફિસ જતા હતા અને તમામ કામગીરીના દિવસો માટે પોતાની હાજરી પર ટીક કરતા હતા. તેઓએ કહ્યું કે, આ પ્રક્રિયાને ખતમ કરવા માટે બાયોમેટ્રિક મશીન રજૂ કર્યા, જોકે આ સિસ્ટમ માટે અધિકારીને ફિઝિકલી રીતે સ્પર્શવાની જરૂર રહેતી હતી. એટલા માટે તેને કોરોના વાયરસના સંક્રમણ બાદ હટાવાનો નિર્ણય કર્યો કારણ કે, તેનાથી વાયરસ ફેલાઈ શકે તેમ હતો.

મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે, બાયોમેટ્રિક મશીનમાં અધિકારીઓ દ્વારા આંગળીઓના નિશાન સાથે ચેડા કરવા અને તેમની હાજરી નોંધાવા બાબતે પણ સતર્ક છીએ. અમે સ્માર્ટવોચ રજૂ કરીશું જે માત્ર એવા અધિકારીઓને ટ્રેક કરશે જેમને સ્માર્ટવોચ આપવામાં આવી છે. જો કોઈ બીજા તેને પહેરશે તો તે વોચ કામ કરવાનું બંધ કરી દેશે. આ રીતે હરિયાણામાં તમામ સરકારી અધિકારીઓ પર નજર રાખવામાં આવશે.

ગ્વાલ પહાડી વિસ્તારમાં બનાવામાં આવશે સ્ટેડિયમ

નોંધનીય છે કે, સીએમ મનોહર લાલ ખટ્ટરે પ્રદેશમાં ગ્વાલ પહાડી વિસ્તારમાં 6.5 એકરમાં એક રમત-ગમત સ્ટેડિયમનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. ખટ્ટરે આગળ જણાવ્યું કે, સોહના વિસ્તારમાં મજબૂત રેલવે અને માર્ગ નેટવર્કથી વિકાસ થશે અને રોજગારના અવસર સર્જાશે. હાલ સોહનાથી લગભગ 5 રેલવે અને રસ્તા, ગલીઓ નીકળી રહ્યા છે.

જેમાં ગુરૂગ્રામ-અલવર રાજમાર્ગ, કેએમપી એક્સપ્રેસવે, ઓર્બિટ રેલવે કોરિડોર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, વેસ્ટર્ન ડેડિકેટેડ એક્સપ્રેસવે, જે ઔદ્યોગિક વિકાસની સાથે-સાથે રોજગારની અપાર સંભાવનાઓને મજબૂત કરશે. આ સાથે જ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવવાથી ક્ષેત્રના યુવાઓને પણ રોજગાર મળશે અને સામાન્ય રીતે ક્ષેત્રમાં વિકાસ થશે. તેઓએ કહ્યું કે, વિકાસ યોજનાઓના માધ્યમથી વિકાસ પરિયોજનાઓમાં તેજી લાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: IND vs PAK, T20 World Cup 2021: આ હશે પાકિસ્તાન સામે ભારતની પ્લેઈંગ ઈલેવન ! વિરાટ કોહલીએ ટીમને સંતુલિત જણાવી

આ પણ વાંચો: Corona Update: દેશમાં કોરોનાના 15,786 નવા કેસ નોંધાયા, 561 દર્દીઓના થયા મોત

  • Follow us on Facebook

Published On - 1:15 pm, Sun, 24 October 21

Click on your DTH Provider to Add TV9 Gujarati