Quad summit 2021: ક્વાડ બેઠકથી ડર્યુ ચીન, કહ્યું – અમને નિશાન ના બનાવશો

યુએસ પ્રમુખ જો બાઈડન દ્વારા 24 સપ્ટેમ્બરે ક્વાડ દેશોની બેઠક બોલાવવામાં આવી છે. ચીને આ બેઠક અંગે ચેતવણી આરતા કહ્યું છે કે આ સંગઠનનું કોઈ ભવિષ્ય નથી.

Quad summit 2021: ક્વાડ બેઠકથી ડર્યુ ચીન, કહ્યું - અમને નિશાન ના બનાવશો
joe biden and xi jinping (file photo)

ચીને વોશિંગ્ટનમાં મળનારી ક્વાડ દેશોની બેઠક સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ક્વાડ દેશોના નેતાઓ આગામી 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં બેઠક કરી રહ્યા છે. યુએસ પ્રમુખ જો બાઈડન પ્રથમ વખત આ બેઠકનું આયોજન કરી રહ્યા છે. આ બેઠકથી ચીન ભારે નારાજ છે. જ્યારે આ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પ્રાદેશિક સહયોગના આ સંગઠને કોઈ તૃતીય પક્ષને નિશાન બનાવવું જોઈએ નહીં કે તેના હિતોને નુકસાન ન પહોંચાડવું જોઈએ. લીજીને એમ પણ કહ્યું કે ક્વાડ ગ્રુપ લોકપ્રિય નહીં થાય. તેનું કોઈ પણ ભવિષ્ય નથી.

શુ કહ્યુ ચીનના પ્રવકત્તાએ
ચીનના પ્રવક્તાએ કહ્યું કે ચીન માત્ર એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં આર્થિક વિકાસનું એન્જિન નથી, પરંતુ તે શાંતિનું રક્ષણ કરનાર મુખ્ય બળ પણ છે. ચીનના વિકાસથી પ્રદેશ અને વિશ્વમાં શાંતિના દળોમાં વધારો થયો છે. ક્વાડ સાથે જોડાયેલા દેશોએ શીત યુદ્ધની માનસિકતા અને સંકુચિત માનસિક ભૂ-રાજકીય દુશ્મનાવટ છોડી દેવી જોઈએ. તેઓએ પ્રદેશના લોકોની આકાંક્ષાઓને યોગ્ય રીતે જોવી જોઈએ અને પ્રાદેશિક એકતા અને સહકાર વધારવા માટે વધુ કરવું જોઈએ.

પીએમ મોદી પણ હાજરી આપશે
અગાઉ માર્ચ 2021 માં, ક્વાડ દેશોના નેતાઓએ વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. ત્યાર બાદ આ તેમની પ્રથમ મુલાકાત છે. વોશિંગ્ટનમાં યોજાનારી કવાડ બેઠક અંગે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે પીએમ મોદી ક્વાડ બેઠકમાં હાજરી આપશે. તેઓ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રપતિ સ્કોટ મોરિસન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને જાપાનના પીએમ યોશીહિદ સુગાને મળશે.

કયા મુદ્દે થઈ શકે છે ચર્ચા

ક્વાડની વોશિંગ્ટન બેઠકમાં સભ્ય દેશોના સહિયારા હિતો અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થશે. કોરોના મહામારી, કોરોના રસી, જોડાણ અને માળખાગત સુવિધા, સાયબર સુરક્ષા, માનવતાવાદી સહાય, આપત્તિ રાહત, આબોહવા પરિવર્તન વગેરે મુદ્દા પર વાતચીત થશે. એક મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર વિશે પણ વાતચીત થશે. અફઘાનિસ્તાનની સ્થિતિ પર પણ ખાસ ચર્ચા થવાની શક્યતા છે. ક્વાડ નેતાઓ સાથે વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠક ઉપરાંત અન્ય બેઠકો પણ યોજાઈ શકે છે.

શુ છે કવાડ
નવેમ્બર 2017 માં, ભારત, જાપાન, યુએસએ અને ઓસ્ટ્રેલિયાએ હિંદ-પ્રશાંત મહાસાગરના મહત્વના દરિયાઈ માર્ગોને કોઈપણ પ્રભાવથી મુક્ત રાખવા માટે નવી વ્યૂહરચના ઘડવા માટે ‘ક્વાડ’ ની સ્થાપના કરી. દક્ષિણ ચીન સાગરમાં ચીનના આક્રમક વર્તન વચ્ચે વોશિંગ્ટન બેઠક થઈ રહી છે.

આ પણ વાંચોઃ Quad summit 2021: PM Narendra Modi 24 સપ્ટેમ્બરે યોજાનારી ક્વાડ સમિટમાં લેશે ભાગ, US રાષ્ટ્રપતિ બાઈડેન કરશે હોસ્ટ

આ પણ વાંચોઃ શું મમતા બેનર્જીની ઉમેદવારી થશે રદ ? ભાજપના ચૂંટણી એજન્ટની ફરિયાદ- મુખ્યપ્રધાને પોતાની સામેના ફોજદારી કેસો છુપાવ્યા

Click on your DTH Provider to Add TV9 Gujarati