શું મમતા બેનર્જીની ઉમેદવારી થશે રદ ? ભાજપના ચૂંટણી એજન્ટની ફરિયાદ- મુખ્યપ્રધાને પોતાની સામેના ફોજદારી કેસો છુપાવ્યા

ચૂંટણી અધિકારીને લખેલ પત્રમાં ઉલ્લેખ કરાયેલ વિગત અનુસાર, મમતા વિરુદ્ધ આસામના પાંચ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા હતા. આમાંથી કેટલાક કેસ એપ્રિલ-મેમાં ચૂંટણી પહેલા જ નોંધાયા હતા. આરોપ છે કે આસામમાં નોંધાયેલા આ કેસોનો તેમના સોગંદનામામાં ઉલ્લેખ નથી.

શું મમતા બેનર્જીની ઉમેદવારી થશે રદ ? ભાજપના ચૂંટણી એજન્ટની ફરિયાદ- મુખ્યપ્રધાને પોતાની સામેના ફોજદારી કેસો છુપાવ્યા
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળમાં આ મહિને યોજાનારી પેટાચૂંટણીને ( West Bengal by-election ) ખૂબ મહત્વની માનવામાં આવે છે. ખાસ કરીને મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ (Mamata Banerjee) ભવાનીપુરથી ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ આ પેટા ચૂંટણી વધુ રસપ્રદ બની છે. બંગાળના મુખ્યપ્રધાન પદે રહેવા માટે, મમતા માટે તેમની પરંપરાગત ભવાનીપુર બેઠક ( Bhawanipur assembly constituency ) પરથી જીતવું જરૂરી છે, અન્યથા તેઓ ધારાસભ્ય બનવામાં નિષ્ફળ નિવડશે તો તેઓ મુખ્યપ્રધાન રહી શકશે નહીં. આ દરમિયાન ભાજપે મમતાને મુખ્ય પ્રધાન પદ પરથી દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. પ્રિયંકા તિબ્રેવાલને તેમની સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા બાદ હવે ભાજપના એજન્ટે ચૂંટણી પંચ પાસે મમતાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે.

ભવાનીપુર વિધાનસભાથી ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલના (Priyanka Tibrewal) ચૂંટણી એજન્ટે મમતા બેનર્જીની ઉમેદવારી સામે વાંધો ઉઠાવીને અહીંના રિટર્નિંગ ઓફિસરને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે મમતાએ દાખલ કરેલા સોગંદનામામાં તેણીએ તેમની સામે નોંધાયેલા પાંચ ફોજદારી કેસનો ઉલ્લેખ કર્યો નથી. ભાજપના એજન્ટ સેજલ ઘોષે પણ તેમના પત્રમાં તે કેસોનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે મમતા બેનર્જી સામે ક્યાં કેસ નોંધાયેલા છે.

ચૂંટણીપંચને આપેલા પત્રમાં ઉલ્લેખ કરાયેલ વિગત અનુસાર, મમતા વિરુદ્ધ આસામના પાંચ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા હતા. આમાંથી કેટલાક કેસ એપ્રિલ-મેમાં ચૂંટણી પહેલા જ નોંધાયા હતા. આરોપ છે કે આસામમાં નોંધાયેલા આ કેસોનો તેમના સોગંદનામામાં ઉલ્લેખ નથી. જો કે, આ બાબતે તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે જો આ ચાર્જશીટમાં ખરેખર મમતા બેનર્જીનું નામ છે, તો તેમણે માત્ર સોગંદનામામાં જ બાબતો જાહેર કરવાની જરૂર હતી.

ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલે એક દિવસ પહેલા ભવાનીપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે મમતા બેનર્જીએ 10 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવી હતી. ભવાનીપુરમાં 30 સપ્ટેમ્બરે મતદાન થશે અને 3 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાદી (CPI-M) એ આ બેઠક પરથી વકીલ શ્રીજીબ બિસ્વાસને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ પેટાચૂંટણીમાં ભાગ લઈ રહી નથી.

 

આ પણ વાંચોઃ ઉડ્ડયન મંત્રાલયે ડ્રોન વેક્સિન ડિલીવરી માટે ICMR ને આપી મંજુરી, જાણો ક્યા રાજ્યોમાં પહોંચાડવામાં આવશે ડ્રોન દ્વારા વેક્સિન !

આ પણ વાંચોઃ અલીગઢમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- નાના અને સીમાંત ખેડૂતોને તાકાત મળવી જોઈએ અને MSP ના ભાવમાં વધારો થવો જરૂરી

Click on your DTH Provider to Add TV9 Gujarati