AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુદ્ધના ભણકારા! શું 100 ટકાનો વધારાનો ટેરિફ અમેરિકાને જ ભારે પડશે? ચીને કહ્યું, ‘ધમકી આપવી એ યોગ્ય રસ્તો નથી જરૂર પડી તો…’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ ચીની નિકાસ પર 100 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો છે. જો કે, આ બધા વચ્ચે ચીને અમેરિકાને આકરો જવાબ આપ્યો છે.

યુદ્ધના ભણકારા! શું 100 ટકાનો વધારાનો ટેરિફ અમેરિકાને જ ભારે પડશે? ચીને કહ્યું, 'ધમકી આપવી એ યોગ્ય રસ્તો નથી જરૂર પડી તો...'
| Updated on: Oct 12, 2025 | 6:07 PM
Share

ચીની નિકાસ પર 100 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યા બાદ ચીને અમેરિકા પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો છે. ચીન પર હવે 1 નવેમ્બરથી કુલ 130 ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ ‘શી જિનપિંગ’ સાથેની મુલાકાત રદ કરવાની પણ ધમકી આપી છે.

અમેરિકાને “ડબલ સ્ટાન્ડર્ડ” ગણાવ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીવાર ચીનને ડરાવવા માટે એક પગલું ભર્યું છે. અમેરિકાએ ચીની ઉત્પાદનો પર વધારાના 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જો કે, ચીને આને “ડબલ સ્ટાન્ડર્ડ” ગણાવ્યું છે અને કહ્યું છે કે, ચીન ‘ટ્રેડ વોર’ નથી ઇચ્છતું પરંતુ તેનાથી ડરતું પણ નથી.

યુએસ પ્રશાસને 1 નવેમ્બર, 2025 થી ચીની માલ પર વધારાના 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સાથે જ અમેરિકા તમામ મહત્વપૂર્ણ સોફ્ટવેર પર નિકાસ નિયંત્રણો (Export Controls) પણ લગાવશે. ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી હતી કે, તેઓ ચીની નિકાસ પર વધારાના ટેરિફ લાદી રહ્યા છે, જેનાથી ચીન પર અમેરિકાનો ટેરિફ 130 ટકા થઈ ગયો છે. વધુમાં ટ્રમ્પે આ મહિનાના અંતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે યોજાનારીની બેઠક પણ રદ કરવાની ધમકી આપી છે.

ટેરિફની ધમકી આપવી એ યોગ્ય રસ્તો નથી: ચીન વાણિજ્ય મંત્રાલય

ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે, ટ્રમ્પના પગલાંથી બેઇજિંગના હિતોને “ગંભીર નુકસાન” થયું છે અને બંને દેશો વચ્ચે આર્થિક અને વેપારને લગતું વાતાવરણ નબળું પડી ગયું છે. ચીને કહ્યું કે, “દરેક તબક્કે ઊંચા ટેરિફની ધમકી આપવી એ ચીન સાથે વાટાઘાટો કરવાનો યોગ્ય રસ્તો નથી.”

પીટીઆઈ અનુસાર, ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ચીનનો નિર્ણય મક્કમ છે અને જો અમેરિકા તેના આ પગલાં ચાલુ રાખશે, તો બેઇજિંગ તેના કાયદેસર અધિકારોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેશે. મંત્રાલયે અમેરિકાના નિર્ણયનો સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે, ચીન લડવા માંગતું નથી પરંતુ લડવાથી પણ ડરતું નથી. જો જરૂર પડશે તો તે બદલો પણ લેશે.

‘રેર અર્થ એલિમેન્ટ્સ’ પર એક્સપોર્ટ કંટ્રોલ

‘રેર અર્થ એલિમેન્ટ્સ’ પર પોતાના નિકાસ નિયંત્રણ પગલાંને કાયદેસર માનતા ચીને આ પગલાનો બચાવ કર્યો છે. ચીને કહ્યું છે કે, ચીની સરકાર તમામ દેશો સાથે એક્સપોર્ટ કંટ્રોલ પર વાતચીતને મજબૂત કરવા માટે તૈયાર છે, જેથી ગ્લોબલ ઇંડસ્ટ્રિયલ અને સપ્લાય ચેઈન્સની સુરક્ષા વધુ સારી રીતે સુનિશ્ચિત કરી શકાય.

ચીને અમેરિકા પર સપ્ટેમ્બરથી આર્થિક દબાણ વધારવાનો આરોપ મૂક્યો છે. નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રેર અર્થ એલિમેન્ટ્સ પર હાલમાં લગાવવામાં આવેલા પ્રતિબંધોનો અર્થ એ નથી કે તેના પર બેન લગાવવામાં આવ્યો છે, જરૂરિયાતો પૂરી કરવા માટે લાઇસન્સ પણ આપવામાં આવશે.

ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત ક્યારે થશે?

વધારાના 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની મુલાકાત સત્તાવાર રીતે રદ કરવામાં આવી નથી. ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની મુલાકાત ત્રણ અઠવાડિયામાં દક્ષિણ કોરિયામાં થવાની છે. ટ્રમ્પના મતે, “મને ખાતરી નથી કે, આપણે આ મુલાકાત કરીશું કે નહીં.”

આ પણ વાંચો: Breaking News : કાબૂલ સામે ‘પાકિસ્તાન’ના પાટિયા પડ્યા ! હુમલામાં 58 સૈનિકોનો ખાતમો બોલાવ્યો, તાલિબાને કહ્યું કે, ‘હુમલો થશે તો તેનો જવાબ…’

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">