ચીન બપોર બાદ તાઈવાન પર હુમલો કરશે? નેન્સી પેલોસીની જવાની રાહ જોઈ રહ્યુ છે ડ્રેગન

નેન્સી પેલોસીએ બુધવારે તાઈવાનના (Taiwan) રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને વાતચીતમાં ચીન પર નિશાન સાધ્યું. હવે આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેલોસી બુધવારે બપોરે તાઇવાનથી રવાના થઈ શકે છે.

ચીન બપોર બાદ તાઈવાન પર હુમલો કરશે? નેન્સી પેલોસીની જવાની રાહ જોઈ રહ્યુ છે ડ્રેગન
ચીન બપોર બાદ તાઈવાન પર હુમલો કરશે?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 2:59 PM

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીની (Nancy Pelosi) તાઈવાનની મુલાકાતથી ચીન સ્તબ્ધ થયું છે. ડ્રેગન આ સફરને લઈને તાઈવાન (Taiwan) અને અમેરિકાને ઘણી વખત ચેતવણી આપી છે. આ બધાની વચ્ચે પેલોસીએ બુધવારે તાઈવાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને વાતચીતમાં ચીન પર નિશાન સાધ્યું. હવે આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેલોસી બુધવારે બપોરે તાઇવાનથી રવાના થઈ શકે છે. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જ્યારે પેલોસી તાઈવાન છોડશે તો ચીન તેના પર સૈન્ય કાર્યવાહી કરી શકે છે. નેન્સી તાઈવાનથી દક્ષિણ કોરિયા જશે.

આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ચીને તાઈવાનની આસપાસ સમુદ્ર અને આકાશમાં સૈન્ય અભ્યાસ કરવાની પણ જાહેરાત કરી છે. આ માટે ચીન પોતાની મિસાઈલ, ફાઈટર એરક્રાફ્ટ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ ત્યાં મોકલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન ગુરુવારથી 7 ઓગસ્ટ સુધી આ સૈન્ય અભ્યાસ કરશે. ચીનની આ હરકતોને જોતા, અમેરિકાએ પણ ફિલિપાઇન્સ સમુદ્રમાં તેના શક્તિશાળી યુદ્ધ જહાજ યુએસએસ રોનાલ્ડ રીગનને તૈનાત કર્યા છે.

અમેરિકા પણ કરી રહ્યું છે યુદ્ધાભ્યાસ

બીજી તરફ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી જતી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે, યુએસ અને ઈન્ડોનેશિયાએ બુધવારે સુમાત્રા ટાપુ પર વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કર્યો, જે પરસ્પર સંબંધોને વધુ મજબૂત કરવાના સંકેત આપે છે, જેમાં અન્ય દેશોએ પણ પ્રથમ વખત ભાગ લીધો હતો. જકાર્તામાં યુએસ એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વર્ષે આ સૈન્ય અભ્યાસમાં યુએસ, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને સિંગાપોરના 5,000 થી વધુ સૈનિકો ભાગ લઈ રહ્યા છે. આ સૈન્ય કવાયત 2009થી શરૂ કરવામાં આવી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અમેરિકા તાઈવાનને મદદ કરવાથી પાછળ નહીં હટે

નેન્સી પેલોસીએ બુધવારે જણાવ્યું હતું કે તાઇવાનની મુલાકાત લેનાર યુએસ પ્રતિનિધિમંડળ એક સંદેશ મોકલી રહ્યું છે કે યુ.એસ. સ્વ-શાસિત ટાપુ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાઓથી પાછળ નહીં હટે. ચીનના વિરોધ છતાં, પેલોસીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ તાઈવાનમાં ઘણા નેતાઓને મળી રહ્યું છે. તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન સાથેની મુલાકાત બાદ સંક્ષિપ્ત નિવેદનમાં તેમણે કહ્યું કે, આજે વિશ્વ લોકશાહી અને નિરંકુશતા વચ્ચે પસંદગી કરવાના પડકારનો સામનો કરી રહ્યું છે. તાઇવાન અને સમગ્ર વિશ્વમાં લોકશાહીની રક્ષા માટે અમેરિકાની પ્રતિબદ્ધતા અચળ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">