AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાના દેશોને આર્થિક મદદ કરવાના બહાને પોતાની જાળમાં ફસાવી રહ્યુ છે ચીન, જાણો ચીનના માસ્ટર પ્લાન વિશે

ગત 18 ર્ષ દરમિયાન ચીને 165 જેટલા દેશોમાં વિવિધ પરિયોજના હેઠળ અબજો રૂપિયાનું રોકાણ કર્યુ છે આવા દેશને ચીન ઉંચા વ્યાજ દરે નાણાં આપે છે અને જ્યારે તે દેશ આ દેવું ચૂકવી નથી શક્તુ તો ચીન તેના પર ધીમે ધીમે કબજો જમાવવા લાગે છે.

નાના દેશોને આર્થિક મદદ કરવાના બહાને પોતાની જાળમાં ફસાવી રહ્યુ છે ચીન, જાણો ચીનના માસ્ટર પ્લાન વિશે
China is trapping under the pretext of helping small countries economically
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 12:37 PM
Share

ચીન ફક્ત વેપારના માધ્યમથી જ નહીં પરંતુ અન્ય ચાલબાજીઓથી પણ નાના દેશોને પોતાની સાથે ભેળવી લેવાના પ્રયાસો કરી રહ્યુ છે. પહેલા જ ચીને નાના નાના દેશો સાથે વેપાર સંબંધ બાંધવાના બહાના હેઠળ કબજાઓ જમાવી લીધા છે અને જે તે દેશમાં ઘૂષણ ખોરી કરી રહ્યુ છે. આ જ કારણ છે કે ચીન વેપારીક ક્ષેત્રે ઝડપથી વિશ્વના અન્ય વિક્સિત દેશોને પણ પાછળ પાડી રહ્યુ છે. ચીનનું ધ્યાન હવે એવા નાના દેશો પર છે જેમની આર્થિક સ્થિતી નબળી હોય અને તેમને મદદની જરૂર હોય.

ગત 18 ર્ષ દરમિયાન ચીને 165 જેટલા દેશોમાં વિવિધ પરિયોજના હેઠળ અબજો રૂપિયાનું રોકાણ કર્યુ છે આવા દેશને ચીન ઉંચા વ્યાજ દરે દેવું આપે છે અને જ્યારે તે દેશ આ દેવું ચૂકવી નથી શક્તુ તો ચીન તેના પર ધીમે ધીમે કબજો જમાવવા લાગે છે.

અમેરિકા અને વિશ્વના અન્ય ઘણા મોટા દેશોની સરખામણીમાં ચીન વૈશ્વિક સ્તરે વિકાસના કામો માટે લગભગ બમણા નાણાં ખર્ચે છે. ચીનનો બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ હવે વિશ્વનો એવો પ્રોજેક્ટ બની ગયો છે કે જેના પર મહત્તમ રકમ ખર્ચવામાં આવી છે. ચીનના ખર્ચ અંગે તાજેતરમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસમાં કેટલીક આશ્ચર્યજનક વાતો સામે આવી છે. અહેવાલ મુજબ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘બેલ્ટ એન્ડ રોડ’ હવે એક જાળ બની ગયો છે જેના દ્વારા વિશ્વના ઘણા નાના દેશો દેવાના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે.

આ સંશોધન મુજબ, જિનપિંગના મનપસંદ પ્રોજેક્ટ હેઠળ, ઘણા દેશોની સ્ટેટ બેંકો અને કંપનીઓ સાથે મોટા સોદા પૂર્ણ થયા. પરિણામે, ઓછી આવક ધરાવતા ગરીબ દેશોની સરકારો આવા દેવાની જાળમાં ફસાઈ ગઈ છે, જેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. આમાંથી મોટા ભાગના નાણાં ઉંચા વ્યાજદરના જોખમે લોનના રૂપમાં દેશોની સ્ટેટ બેંકો પાસેથી લેવામાં આવે છે.

સંશોધકોએ ચીનના તમામ પ્રકારના દેવા, ખર્ચ અને રોકાણોની માહિતી એકત્ર કરવામાં ચાર વર્ષ પસાર કર્યા છે. તેમનું કહેવું છે કે ચીની સરકારના મંત્રાલયો નિયમિત રીતે વિદેશમાં ચાઇનીઝ નાણાંનો ઉપયોગ કેવી રીતે થાય છે તે અંગે માહિતી રાખે છે.

એડાટાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બ્રાડ પાર્ક્સ સમજાવે છે, “અમે ચીનમાં અધિકારીઓને હંમેશા કહેતા સાંભળીએ છીએ કે, ‘જુઓ, આ એકમાત્ર વિકલ્પ છે.’ ચીન અને તેના પડોશી દેશ લાઓસ વચ્ચે ચાલતી રેલને ચીનની ‘ઓફ ધ બુક’ ધિરાણનું મુખ્ય ઉદાહરણ માનવામાં આવે છે.

લાઓસ આ ક્ષેત્રના સૌથી ગરીબ દેશોમાંનો એક છે અને તેને પ્રોજેક્ટના ખર્ચનો એક ભાગ પણ પરવડી શકે તેમ નથી. આમ હોવા છતાં, 5.9 અબજ ડોલરમાં બનેલી રેલવે, મહત્વાકાંક્ષી બેન્કરો અને ચીનના ધિરાણકર્તાઓના સહયોગથી ડિસેમ્બરમાં શરૂ થશે.

આ પણ વાંચો –

Paras Defence Listing : ઇશ્યૂ પ્રાઇસથી 171% ઉપર લિસ્ટ થયો શેર, 175 રૂપિયાનો શેર 498 રૂપિયા સુધી ઉછળ્યો

આ પણ વાંચો –

IPL 2021: ધોનીએ વિનીંગ સિક્સર લગાવતા જ સાક્ષી અને જીવા ખૂશીથી ઝૂમી ઉઠ્યા, જુઓ ધોનીના ફેમીલી ખૂશીઓની પળો

આ પણ વાંચો –

‘પાકિસ્તાનમાં આતંકવાદીઓ હાજર છે, એર સ્ટ્રાઇક કરીને તેમને ખતમ કરવાનો અમને પૂરો હક છે’ : અમેરીકા

g clip-path="url(#clip0_868_265)">