ચીનનો અમાનવીય ચહેરો ફરી સામે આવ્યો, ડેમ બાંધી 5 દેશનું પાણી અટકાવ્યું, 7 કરોડ લોકો અસરગ્રસ્ત

ચીનનો અમાનવીય ચહેરો ફરી એકવાર દુનિયા સામે આવ્યો છે. ચીને મોટા ડેમ બાંધીને દક્ષિણપૂર્વ એશિયાની ગંગા કહેવાતી Mekong નદીનો પ્રવાહ અવરોધી દીધો છે.

ચીનનો અમાનવીય ચહેરો ફરી સામે આવ્યો, ડેમ બાંધી 5 દેશનું પાણી અટકાવ્યું, 7 કરોડ લોકો અસરગ્રસ્ત

ચીનનો અમાનવીય ચહેરો ફરી એકવાર દુનિયા સામે આવ્યો છે. ચીને મોટા ડેમ બાંધીને દક્ષિણપૂર્વ એશિયાની ગંગા કહેવાતી Mekong નદીનો પ્રવાહ અવરોધી દીધો છે. ડ્રેગનની આ હરકતથી કંબોડિયા, લાઓસ, થાઇલેન્ડ, મ્યાનમાર અને વિયેતનામમાં હોબાળો મચી ગયો છે. મેકોંગ નદી આયોગે આ અંગે શુક્રવારે ચિંતા વ્યક્ત કરી હતી કે નદીમાં પાણીનું સ્તર ખરેખર ચિંતાજનક સ્તરે ઘરી રહ્યું ગયું છે. ચીનના આ પગલાથી 5 દેશોના લગભગ 7 કરોડ લોકો પ્રભાવિત થયા છે.

 

મેકોંગ નદી થાઈલેન્ડ-લાઓસ સરહદ પર એક મહત્વપૂર્ણ જળમાર્ગ બનાવે છે. પરંતુ પાણીના અભાવે અહીં બોટનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું છે. પ્રવાહ બંધ થવાનું કારણ એ છે કે મેકોંગ નદીનું પાણી જે પહેલા ગંદું ભૂરું દેખાતું હતું તે હવે વાદળી થઈ ગયું છે. ચીનના યુનાન પ્રાંતના જીંગહોંગ ડેમ પર પાણી બંધ થવાના કારણે આ બધું થયું છે.

 

મેકોંગ નદી આયોગે કહ્યું કે પાણીના અભાવનું મુખ્ય કારણ ચીનના મોટા ડેમો અને સહાયક નદીઓના વિસ્તારમાં વરસાદનો ઘટાડો છે. મેકોંગ રિવર કમિશન સચિવાલયના તકનીકી સહાયતા વિભાગના નિયામક વિનાઈ વોંગપીમલે જણાવ્યું હતું કે ચીનના જીંગહોંગ ડેમની બાજુના વિસ્તારમાં મેકોંગ નદીના પાણીમાં ભારે ઘટાડો થયો છે. આવી વધઘટ સીધી રીતે 7 કરોડ લોકોના જીવન પર અસર કરી રહી છે.

 

યુએસ દ્વારા ભંડોળ મેળવતા મેકોંગ ડેમ મોનિટરના સેટેલાઈટ ફોટોગ્રાફ્સમાં પણ ચીનના જીંગહોંગ ડેમમાંથી પાણીના પ્રવાહમાં વધઘટ જોવા મળી છે. આ એજન્સી એશિયામાં નદીઓના પ્રવાહ પર નજર રાખવા માટે સેટેલાઈટ ફોટોગ્રાફ્સ બહાર પાડે છે. ચીને ગયા વર્ષે એમઆરસીના સભ્ય દેશો લાઓસ, થાઈલેન્ડ, કંબોડિયા અને વિયેતનામ સાથે ડેમોમાંથી ડેટા શેર કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તે ક્યારેય પૂર્ણ કર્યું નથી.

 

મેકોંગ નદી પૂર્વ એશિયામાં 70 મિલિયન લોકોની જીવનરેખા છે. કંબોડિયા, લાઓસ, થાઈલેન્ડ, મ્યાનમાર અને વિયેતનામના મીડિયાએ દેશમાં દુષ્કાળ અંગેના અનેક અહેવાલો જાહેર કર્યા છે. જેમાં દુષ્કાળ માટે ચીનના ડેમને દોષી ઠેરવવામાં આવ્યો છે. ચીન તેના હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ અને સિંચાઈ માટે મેકોંગ નદીના 47 અબજ ક્યુબિક મીટર પાણીનો ઉપયોગ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

 

આ પણ વાંચો: ગર્વની વાત: વિદ્યુત જામવાલને મળી નવી ઓળખ, બ્રુસ લી સાથે આ લિસ્ટમાં આવ્યું અભિનેતાનું નામ

Click on your DTH Provider to Add TV9 Gujarati