AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Attacks Taiwan: ‘ચીને તાઈવાન પર કર્યો હુમલો’, જાણો કેમ થયા આ સમાચાર વાયરલ

પડોશી દેશો પ્રત્યે ચીનનું (China) વલણ શરૂઆતથી જ આક્રમક રહ્યું છે. નેપાળ હોય, ભૂટાન હોય કે તાઈવાન હોય, ચીનની હરકતોથી બધા વાકેફ છે. દરમિયાન બુધવારે તાઈવાનમાં (Taiwan) ચીનના હુમલાના સમાચારે બધાને ચિંતામાં મુકી દીધા હતા.

China Attacks Taiwan: 'ચીને તાઈવાન પર કર્યો હુમલો', જાણો કેમ થયા આ સમાચાર વાયરલ
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 3:20 PM
Share

પડોશી દેશો પ્રત્યે ચીનનું (China) વલણ શરૂઆતથી જ આક્રમક રહ્યું છે. નેપાળ હોય, ભૂટાન હોય કે તાઈવાન હોય, ચીનની હરકતોથી બધા વાકેફ છે. દરમિયાન બુધવારે તાઈવાનમાં (Taiwan) ચીનના હુમલાના સમાચારે બધાને પરેશાન કરી દીધા હતા. ખરેખર, ચીને તાઈવાન પર હુમલો કર્યો ન હતો, પરંતુ ત્યાંની એક ટીવી ન્યૂઝ ચેનલે ચીનના હુમલાના (Taiwan Attack) સમાચાર પ્રસારિત કર્યા હતા. જો કે આ પછી ચેનલ તરફથી માફી પણ માંગવામાં આવી છે.

બુધવારના રોજ તાઈવાનની ટીવી ન્યૂઝ ચેનલ ચાઈનીઝ ટેલિવિઝન સિસ્ટમ્સે તેના ટીવી ટીકર (ચેનલની નીટે સ્ક્રિન પર ચાલચી પટ્ટી) પર સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગ્યે અહેવાલ આપ્યો હતો કે ચીની પક્ષે ન્યૂ તાઈપેઈ શહેરના ઘણા વિસ્તારોમાં હુમલો કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, ‘ચીને ન્યૂ તાઈપેઈ શહેરમાં ગાઈડેડ મિસાઈલથી હુમલો કર્યો છે. તાઈપેઈ પોર્ટમાં પણ અનેક બોટોને નુકસાન થયું છે. બાંકાઓ સ્ટેશનમાં પણ સ્પેશિયલ ફોર્સ દ્વારા ઘણી જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા હતા, જેના વિસ્ફોટથી ઘણી જગ્યાએ આગ લાગી છે.

ટીવી ચેનલે માફી માંગતા આ વાત કહી

તે જ સમયે, આ તાઇવાનની ટીવી ચેનલે પણ આ સમાચાર ચલાવવાના થોડા કલાકો પછી માફી માંગી હતી. આ ચેનલમાં લાઈવ પ્રસારણ દરમિયાન કરવામાં આવ્યું છે. ચેનલે કહ્યું કે, ન્યૂ તાઈપેઈ સિટી ફાયર વિભાગ માટે આપત્તિ નિવારણનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. તે એક દિવસ પહેલા કરવામાં આવી હતી. પરંતુ બુધવારે પ્રોડક્શન લેવલ પર ખામીને કારણે તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

ચીનના હુમલાનું દ્રશ્ય મુકવાનું કહેવામાં આવ્યું હતું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યૂ તાઈપેઈ સિટી ફાયર ડિપાર્ટમેન્ટના કમિશનર હુઆંગ ડી ચિંગે કહ્યું છે કે, વાર્ષિક કવાયતના ભાગરૂપે, ચીની હુમલાના ફૂટેજને વીડિયોમાં મૂકવા માટે કહેવામાં આવ્યું હતું. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે તમામ મ્યુનિસિપલ સરકારોને આમ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ વિડિયો રાષ્ટ્રીય સંરક્ષણ અને આપત્તિ નિવારણની કવાયત માટે છે. સંરક્ષણ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચીની હુમલાના દ્રશ્યને વીડિયોમાં મુકવામાં આવે. તેથી જ તે વિડિયોની શરૂઆતમાં દાખલ કરવામાં આવ્યું હતું.

યુક્રેન પર રશિયાના હુમલાને જોતા એવું માનવામાં આવી રહ્યું હતું કે, જો વાતચીત શાંતિપૂર્ણ રીતે નહીં થાય તો ચીન તાઈવાન પર પણ હુમલો કરી શકે છે. જોકે આ માત્ર ચર્ચાઓ હતી, પરંતુ ચીન તરફથી આવો કોઈ હુમલો થયો નથી. તાઈવાનમાં છેલ્લા ઘણા સમયથી ચીન તરફથી સેના વધારવાની સાથે આર્થિક અને વ્યૂહાત્મક દબાણ પણ જોવા મળી રહ્યું છે. અમેરિકા સાથે વધતા સંબંધોને કારણે ચીન સતત તાઈવાનને નિશાન બનાવી રહ્યું છે.

આ પણ વાંચો: શિક્ષકનો સેવાયજ્ઞ : આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડનાર દીકરીઓને ઘરે ઘરે જઈ આપી રહ્યા છે શિક્ષણ

આ પણ વાંચો: દુબઇ અને અબુધાબીમાં નોકરી કરવાનું તમારું સપનું થશે સાકાર, વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">