AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicago News: શિકાગોથી લોસ એન્જલસ જતી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરની ગેરવર્તણૂક, પહેલા કોકપિટમાં ઘુસ્યો, પછી એક્ઝિટ ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ

ઘટના અંગે વધુ માહિતી અને મુસાફરની ઓળખ તુરંત મળી શકી ન હતી. ફ્લાઇટ દરમિયાન કોકપિટમાં પાયલોટ સિવાય કોઈને પણ પ્રવેશવાની સખત મનાઈ છે. આવી જ એક ઘટનામાં એર ઈન્ડિયાના પાઈલટને ફેબ્રુઆરીમાં દુબઈથી દિલ્હીની ફ્લાઈટ દરમિયાન મહિલા મિત્રને કોકપિટમાં પ્રવેશવા કરવા દેવા બદલ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

Chicago News: શિકાગોથી લોસ એન્જલસ જતી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરની ગેરવર્તણૂક, પહેલા કોકપિટમાં ઘુસ્યો, પછી એક્ઝિટ ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 6:21 PM
Share

શિકાગોથી લોસ એન્જલસ જતી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટના એક મુસાફરની કોકપિટમાં પ્રવેશવા અને એક્ઝિટ ગેટ ખોલવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના 8 સપ્ટેમ્બરે બની હતી જ્યારે યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ 1641 સવારે 9 વાગ્યાની આસપાસ લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે શિકાગો ઓ’હેરે ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થવાની તૈયારી કરી રહી હતી. ત્યારે જ એક મુસાફર પોતાની સીટ પરથી ઊભો થયો અને ફ્લાઈટની કોકપિટ અને બહાર નીકળવાનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. તેણે કોકપિટમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તેને અટકાવવામાં આવ્યો.

ઘટના અંગે વધુ માહિતી અને મુસાફરની ઓળખ તુરંત મળી શકી ન હતી. તે પણ સ્પષ્ટ નથી કે વ્યક્તિ સામે કયા આરોપો છે. ફ્લાઇટ દરમિયાન કોકપિટમાં પાયલોટ સિવાય કોઈને પણ પ્રવેશવાની સખત મનાઈ છે. આવી જ એક ઘટનામાં એર ઈન્ડિયાના પાઈલટને ફેબ્રુઆરીમાં દુબઈથી દિલ્હીની ફ્લાઈટ દરમિયાન મહિલા મિત્રને કોકપિટમાં પ્રવેશવા અને રહેવા દેવા બદલ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Paris News : એફિલ ટાવરની લાઈટ બંધ કરવામાં આવી, જાણો શા માટે આવું પગલું ભર્યું

સુરક્ષાનું ઉલ્લંઘન કરવા બદલ એરલાઇન પર 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ, એક અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી કારણ કે એક “બદમાસ પેસેન્જર” એ કોકપિટમાં પ્રવેશવાનો અને ફ્લાઇટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. તેમના કારણે, લોસ એન્જલસથી ફ્લાઇટ 1775ને મધ્યમાં કેન્સાસ સિટી તરફ વાળવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">