AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris News : એફિલ ટાવરની લાઈટ બંધ કરવામાં આવી, જાણો શા માટે આવું પગલું ભર્યું

ફ્રાન્સના પેરિસમાં શનિવારે એફિલ ટાવર પર સંપૂર્ણપણે અંધારું કરવામાં આવ્યું હતું. પેરીસના એફિસ ટાવરની બધી લાઈટો બંધ રાખવામાં આવી હતી. આ લાઈટો શા માટે બંધ કરવામાં આવી હતી તે વિશે જાણો.

Paris News : એફિલ ટાવરની લાઈટ બંધ કરવામાં આવી, જાણો શા માટે આવું પગલું ભર્યું
Paris News
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 1:50 PM
Share

Paris News : ફ્રાન્સના પેરિસમાં શનિવારે મોરોક્કોના ભૂકંપના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે એફિલ ટાવરની લાઇટ બંધ કરવામાં આવી હતી. વિશ્વ પ્રસિદ્ધ ટાવરની લાઇટ રાત્રે 11 વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : Gram Panchayat : શહેરોને પણ આંટી મારતું ગુજરાતનું પેરીસ ધર્મજ ગામ, જાણો કેવું છે આ ગામ

ખાસ કરીને મોરોક્કોએ દાયકાઓમાં સૌથી ભયંકર ભૂકંપ જોયા છે. મોરોક્કોના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિના પરિણામે 2,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને અન્ય 1,500 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આફ્રિકન દેશમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્ર મારકેશના દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 72 કિમી (45 માઇલ) દૂર હતું.

મોરોક્કોએ મારકેશ અને આસપાસના વિસ્તારોમાં આવેલા શક્તિશાળી ભૂકંપથી મૃત્યુઆંકમાં વધારો કર્યો છે. ગૃહ મંત્રાલયે શનિવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે શુક્રવારના ભૂકંપમાં 2,012 લોકો માર્યા ગયા હતા. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે કારણ કે બચાવ ટુકડીઓ દૂર-દૂરના વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અલ હૌઝ પ્રાંતમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા, જ્યાં 1,293 લોકો મૃત્યુ પામ્યા હતા.

(credit Source : @spectatorindex)

ઓછામાં ઓછા 2,059 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 1,404 ગંભીર છે. સરકારે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરી છે. શુક્રવારનો 6.8-ની તીવ્રતાનો ભૂકંપ ઉત્તર આફ્રિકન દેશમાં 120 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ હતો.

રાજાએ દાન કરવા માટે કરી અપીલ

શનિવારની મોડી રાત્રે રાજા મોહમ્મદ છઠાએ ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. શુક્રવારની દુર્ઘટના સમયે વિદેશમાં રહેલા રાજાએ પણ નાગરિકો અને સ્થાનિક વ્યવસાયો પાસેથી દાનનું આહ્વાહન કર્યું છે. “ભયાનક” ભૂકંપે રાજ્યના ઘણા વિસ્તારોમાં નોંધપાત્ર માનવ અને ચીજોને નુકસાન પહોંચાડ્યું- એવું શાહી કેબિનેટે અધિકારીઓ સાથેની બેઠક બાદ તેમને ટાંકીને જણાવ્યું હતું.

લગભગ એક સદીમાં ઉત્તર આફ્રિકન રાષ્ટ્રમાં આ ભૂકંપ સૌથી શક્તિશાળી હતો અને 1960 પછી રાજ્યનો સૌથી ભયંકર ભૂકંપ હતો. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓફિશિયલી મૃત્યુઆંક વધીને 2,000 થી વધુ થઈ ગયો છે અને અન્ય 1,400 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અન્ય દેશના વડાપ્રધાનોએ સહાનુભૂતિ કરી વ્યક્ત

જેમ-જેમ સૈન્ય બચી ગયેલા લોકોની શોધમાં જોડાયું તેમ, વિશ્વના નેતાઓએ સહાનુભૂતિ વ્યક્ત કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ યુએસ પ્રમુખ જો બાઈડેન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સહાનુભૂતિ વ્યક્ત કરી છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન, જ્યાં ફેબ્રુઆરીમાં એક વિશાળ ભૂકંપમાં હજારો લોકો માર્યા ગયા હતા, તે પણ સહાનુભૂતિ વ્યક્ત કરનારાની લાઈનમાં જોડાયા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">