નાસાના LRO સાથે અથડાતા બચી ગયુ ચંદ્રયાન 2 ઓર્બિટર !, જાણો કેવી રીતે ISROએ બચાવ્યું

|

Nov 20, 2021 | 2:59 PM

મીડિયા રિપોર્ટ અનુસાર અગાઉ પૃથ્વીની પરિભ્રમણ કરતા સેટેલાઇટ પર આવા દાવપેચ કરવામાં આવ્યા હતા. માત્ર એક મહિના પહેલા, ઉત્તર ધ્રુવ નજીક નાસાના એલઆરઓ સાથે અથડામણ ટાળવા માટે તેને ધ્રુવીય ભ્રમણકક્ષામાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું.

નાસાના LRO સાથે અથડાતા બચી ગયુ ચંદ્રયાન 2 ઓર્બિટર !, જાણો કેવી રીતે ISROએ બચાવ્યું
Symbolic Photo

Follow us on

ચંદ્રયાન 2(Chandrayaan 2)નું ઓર્બિટર નાસા(NASA)ના લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) સાથે અથડાતા બચી ગયું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ખુલાસો કર્યો છે કે ચંદ્રયાન-2 ઓર્બિટરને ઓક્ટોબરમાં નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) સાથે ટકરાતા અટકાવવા માટે ધ્રુવીય ભ્રમણકક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

 

અથડામણ અટકાવવા ભ્રમણકક્ષામાં ફેરફાર

મીડિયા રિપોર્ટ અનુસાર અગાઉ પૃથ્વીની પરિભ્રમણ કરતા સેટેલાઇટ પર આવા દાવપેચ કરવામાં આવ્યા હતા. માત્ર એક મહિના પહેલા, ઉત્તર ધ્રુવ નજીક નાસાના એલઆરઓ સાથે અથડામણ ટાળવા માટે તેને ધ્રુવીય ભ્રમણકક્ષામાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું. ત્યારે ચંદ્રયાન-2 ઓર્બિટર અને LRO વચ્ચેનું અંતર ઘણું ઓછું હતું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

બંને એજન્સીની સહમતી

મીડિયા રિપોર્ટ અુસાર ISRO દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બંને એજન્સીઓ સંમત છે કે આવા જોખમને ઘટાડવા માટે અથડામણ ટાળવા આ પદ્ધતિ (CAM) અપનાવવી જરૂરી છે. બંને એજન્સીઓએ સંમતિ દર્શાવી હતી કે ઈસરોનું ઓર્બિટર તેમાંથી પસાર થશે. ચંદ્રયાન-2 અને LRO ચંદ્રની નજીકની ધ્રુવીય ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરે છે અને તેથી બંને અવકાશયાન ચંદ્ર ધ્રુવો પર એકબીજાની નજીક આવે છે.

અથડામણના જોખમને ઘટાડવા માટે CAMમાંથી પસાર થવું સામાન્ય

ડેટા ટ્રેકિંગ સાથે ભ્રમણકક્ષાના નિર્ધારણ પછી પુષ્ટિ થઈ કે નજીકના ભવિષ્યમાં LRO સાથે કોઈ ગાઢ જોડાણ નહીં હોય. પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેલા ઉપગ્રહો માટે અવકાશના કાટમાળ અને ઓપરેશનલ સ્પેસક્રાફ્ટ સહિત અવકાશી પદાર્થોના કારણે થતા અથડામણના જોખમને ઘટાડવા માટે CAMમાંથી પસાર થવું સામાન્ય છે.

મીડિયા રિપોર્ટ અુસાર ISRO અનુસાર, ચંદ્રયાન 2 ઓર્બિટર અને નાસાનું LRO બંને 20 ઓક્ટોબરે સવારે 11.15 વાગ્યે ચંદ્રના ઉત્તર ધ્રુવની નજીક એકબીજાની ખૂબ નજીક આવવાના હતા. આ મોટા પડકારને રોકવા માટે ઈસરોએ 18 ઓક્ટોબરે રાત્રે 8.22 કલાકે મનોવર કર્યું હતું. આ સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે તે ફરી આટલી નજીક ન આવે.

આ પણ વાંચોઃ Ban vs Pak: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની T20 સિરીઝમાં પોલંપોલ, પાકિસ્તાની બોલરોની ઝડપ જોઇ ચાહકો લોટપોટ થઇ ગયા

આ પણ વાંચોઃ IND VS NZ: હર્ષલ પટેલે કહ્યુ, હું ટૅલેન્ટેડ નથી, આ સ્ફોટક ખેલાડીએ બદલી નાંખ્યુ પોતાનુ જીવન

 

Published On - 2:58 pm, Sat, 20 November 21

Next Article