સોફ્ટવેર કંપનીના CEOની ધરપકડ, ઈલેકશનનો ડેટા ચીનના સર્વર પર અપલોડ કરવાના આરોપમાં થઈ ધરપકડ

સોફ્ટવેર કંપની કોનેચના (Konnecht) સીઈઓ (ceo) યુજીન યુની ચીનમાં સર્વર પર ડેટા સ્ટોર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

સોફ્ટવેર કંપનીના CEOની ધરપકડ, ઈલેકશનનો ડેટા ચીનના સર્વર પર અપલોડ કરવાના આરોપમાં થઈ ધરપકડ
સાંકેતિક તસ્વીરImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 1:38 PM

યુએસ ચૂંટણી સોફ્ટવેર કંપની કોનેચના (Konnecht) સીઈઓ (ceo) યુજીન-યુની (Eugene Yu)ચીનમાં સર્વર પર ડેટા સ્ટોર કરવા બદલ ધરપકડ થઇ છે. આ બાબતે લોસ એન્જેલસ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની જ્યોર્જ ગેસ્કોનના જણાવ્યા અનુસાર, ફરિયાદીઓએ આરોપ મૂક્યો હતો કે યુજીન-યુ એ ચીનમાં સર્વર પર અયોગ્ય રીતે માહિતી સંગ્રહિત કરી છે. યુજીન-યુ, કોનેચ  નામની કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી છે. અને,  તેમની (Eugene Yu) આગામી દિવસોમાં લોસ એન્જલસમાં પ્રત્યાર્પણ થવાની શકયતા સેવાઇ રહી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

“કોનેચે કથિત રૂપે ચીનમાં સર્વર્સ પર પ્રદાન કરેલી મહત્વપૂર્ણ માહિતી સંગ્રહિત કરીને તેના કરારનું ઉલ્લંઘન કર્યું છે. અમે આ ઉલ્લંઘન માટે દરેકને જવાબદાર ઠેરવવા માંગીએ છીએ,” ગેસ્કોને આમ પણ ઉમેર્યું હતું. વધુમાં જયોર્જ ગેસ્કોનના જણાવ્યા અનુસાર, ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘અલગ તપાસ’ દ્વારા ફરિયાદીઓને આ વર્ષે ડેટા ભંગ વિશે જાણવા મળ્યું હતું. આ સાથે તેઓ એ નહીં જણાવી શકે કે બીજી તપાસ શું હતી અથવા તેની ઓફિસને ક્યારે આ ઉલ્લંઘન વિશે જાણ કરવામાં આવી હતી.

Konnecht એ એક નિવેદન બહાર પાડ્યું, જેમાં લખ્યું હતું: “અમે LA કાઉન્ટીના અધિકારીઓ દ્વારા  યુજીન-યુની ખોટી રીતે અટકાયતની વિગતોની તપાસ કરવાનું ચાલુ રાખીએ છીએ. Konnecht પાસે LA કાઉન્ટી મતદાન કાર્યકરનો કોઈ ડેટા હોઈ શકે છે.”

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સોમવારે, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે એક લેખ પ્રકાશિત કર્યો જેમાં ધ ટાઈમ્સે દાવો કર્યો હતો કે કોનેચ સામેના આ આરોપો “બતાવે છે કે કેવી રીતે દૂર-જમણેરી ચૂંટણીના અસ્વીકાર કરનારાઓ પણ નવી અને વધુ ગૌણ કંપનીઓ અને જૂથો પર વધુ ધ્યાન આપી રહ્યા છે.”

મંગળવારે, ટાઇમ્સે લખવાનું હતું કે કોનેચ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા ખરેખર ચીનના સર્વર્સ પર સંગ્રહિત હતો. આ સાથે ઉમેર્યું હતું કે તેઓ ચીનમાં Konnecht સર્વર્સમાંથી લગભગ 1.8 મિલિયન મતદાન કાર્યકરોની વ્યક્તિગત માહિતી ડાઉનલોડ કરવામાં સક્ષમ હતા.

Konnechના પ્રવક્તાએ ટાઈમ્સને જણાવ્યું હતું કે Konnech એ તમામ ચૂંટણી કાર્યકર્તાનો ડેટા કાઉન્ટીને સોંપી દીધો હતો, અને તે “સૂચન મુજબ ‘ચોરી’ થઇ ન કહી શકાય.”

જો કે, ટાઇમ્સ અહેવાલ આપે છે કે “લોસ એન્જલસ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઑફિસે એક ઇમેઇલમાં કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ચૂંટણી કાર્યકરો પરની વ્યક્તિગત માહિતી ‘ગુનાહિત રીતે ખોટી રીતે હેન્ડલ કરવામાં આવી હતી’ એવું માનવા માટેનું કારણ છે.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">