પાકિસ્તાનમાં આવેલાં ઐતિહાસિક સ્થળ ગુરુ નાનક મહલમાં તોડફોડ, કિંમતી સામાન સહિત દરવાજાઓની કરાઈ ચોરી
પાકિસ્તનામાં આવેલાં પ્રસિદ્ધ ઐતિહાસિક ગુરુ નાનક મહલમાં તોડફોડ કરવામાં આવી છે અને મહેલમાંથી કિંમતી વસ્તુઓને પણ વેચી દેવાઈ છે. આ તોડફોડને લઈને પાકિસ્તાનના જાણીતા અખબાર ડોનમાં રિપોર્ટ છપાયો છે. પાકિસ્તાનના લાહોરથી 100 કિલોમીટર નારોવાલ શહેર આવેલું છે ત્યાં ગુરુ નાનક મહલ છે. જેમાં તોડફોડની સાથે સામાન વેચી દેવાયો હોય તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યાં છે. […]
પાકિસ્તનામાં આવેલાં પ્રસિદ્ધ ઐતિહાસિક ગુરુ નાનક મહલમાં તોડફોડ કરવામાં આવી છે અને મહેલમાંથી કિંમતી વસ્તુઓને પણ વેચી દેવાઈ છે. આ તોડફોડને લઈને પાકિસ્તાનના જાણીતા અખબાર ડોનમાં રિપોર્ટ છપાયો છે.
પાકિસ્તાનના લાહોરથી 100 કિલોમીટર નારોવાલ શહેર આવેલું છે ત્યાં ગુરુ નાનક મહલ છે. જેમાં તોડફોડની સાથે સામાન વેચી દેવાયો હોય તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યાં છે. મહેલમાં તોડપોડની સાથે તેમાંથી કિંમતી સામાન, દરવાજોએ અને રોશદાન વગેરેને ચોરી લેવાયા છે. પાકિસ્તાનના અગ્રણી અખબાર દ્વારા આ જાણકારી મળી છે.
રોચક VIDEO જોવા માટે TV9 Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પાકિસ્તાનમાં આવેલું ગુરુ નાનક મહેલ ઐતહાસિક સ્થળ છે અને સ્થાનિક અધિકારીઓની સહમતિથી ગુરુ નાનક મહલના દરવાજાઓ અને કિંમતી સામાનને ચોરી જવામાં આવ્યો છે તેવો દાવો પાકિસ્તાની સમાચારપત્ર ડોનમાં કરવામાં આવ્યો છે. અહેવાલમાં આ 4 માળની ઈમારતમાં દિવાલો પર શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવ અને હિંદુ શાસકોની તસવીરો પણ લગાવવામાં આવી છે.
આ પણ વાંચો: વિટામીન Dની ખામીથી થઈ શકે છે ઘણાં રોગો, બચવા માટે સામેલ કરો આહારમાં આ વસ્તુઓ
આ 4 સદી જૂનાં મહલને જોવા માટે દૂનિયાભરમાંથી શીખો પાકિસ્તાન આવે છે અને ગુરુ નાનક મહલની મુલાકાત લે છે. આ નાનક મહલમાં કુલ 16 ઓરડાઓ છે અને તેમાં દરેક ઓરડાઓમાં કિંમતી ત્રણ દરવાજાઓ પણ છે. આ અહેવાલ સ્થાનિક અધિકારીઓ કહી રહ્યાં છે અમે મામલાની તપાસ કરી રહ્યાં છીએ જ્યારે લોકો કહી રહ્યાં છે કે પ્રશાસન દ્વારા આ તોડફોડની ફરિયાદ પણ નથી લેવાઈ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]