કેનેડાની આ દેશની સૈન્ય સરકાર પર કડક કાર્યવાહી , શસ્ત્રો પૂરા પાડતા સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

કેનેડાની આ દેશની સૈન્ય સરકાર પર કડક કાર્યવાહી , શસ્ત્રો પૂરા પાડતા સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ
President Justin Trudeau (File Photo)

મ્યાનમારની સૈન્ય સરકાર સત્તા પર કબજો કર્યા બાદથી નાગરિકોનું લોહી વહાવી રહી છે. હવે કેનેડાએ આ સરકારને શસ્ત્રો પૂરા પાડતા લોકો અને સંસ્થાઓ સામે પ્રતિબંધો લાદ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Mar 26, 2022 | 8:09 AM

કેનેડાએ મ્યાનમારની (Myanmar)સૈન્ય સરકાર માટે શસ્ત્રો ખરીદવા માટે જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ગ્લોબલ અફેર્સ કેનેડાએ શુક્રવારે એક નિવેદનમાં આ જાણકારી આપી છે.તેણે જણાવ્યુ કે,કેનેડા (Canada)  ખાસ આર્થિક પગલાંના ભાગરૂપે મ્યાનમાર લશ્કરી શાસન માટે શસ્ત્રો (Weapons) અને લશ્કરી સાધનોની ખરીદી અને સપ્લાય માટે જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે પ્રતિબંધો લાદી રહ્યું છે.કેનેડિયન અધિકારીઓએ કહ્યું કે, તેઓએ યુએસ અને યુકેની સરકારો સાથે સંકલનમાં વધારાના પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો છે.

અમે મૌન રહી શકીશું નહીં :કેનેડા

વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું, ‘કેનેડા મ્યાનમારના લોકો સાથે ઉભું છે. જ્યાં સુધી આ શાસન માનવ જીવન સાથે ક્રૂરતા આચરતું રહેશે ત્યાં સુધી આપણે મૌન રહી શકીશું નહીં .

ગયા વર્ષે સત્તા કબજે કરી હતી

મ્યાનમારની સેનાએ(Myanmar Army) ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સત્તા કબજે કરી હતી. સેનાએ લોકો દ્વારા ચૂંટાયેલી આંગ સાન સૂ કીની સરકારને ઉથલાવીને દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. સેનાએ રાષ્ટ્રપતિ સહિત સરકારમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા મોટાભાગના અધિકારીઓની ધરપકડ કરી હતી. તેની પાછળનું કારણ મ્યાનમારની સેના દ્વારા સામાન્ય ચૂંટણીમાં થયેલી છેડછાડને જણાવવામાં આવ્યું હતું. અને બાદમાં સરકારમાં સેનાના લોકોની જ નિમણૂક કરવામાં આવી હતી.

નાગરિકોને નિશાન બનાવી રહી છે સેના

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે મ્યાનમારની સેના મોટા પાયે હવાઈ અને જમીની હુમલા કરીને નાગરિકોને નિશાન બનાવી રહી છે. દક્ષિણપૂર્વ એશિયાના એક દેશમાં લગભગ ત્રણ મહિનાથી યુદ્ધ ક્ષેત્રમાં રહેતા એક રાહત કાર્યકરએ આ માહિતી આપી છે. માનવતાવાદી સહાયતા સંસ્થા ફ્રી બર્મા રેન્જર્સના ડાયરેક્ટર ડેવિડ યુબૅન્ક્સે જણાવ્યું હતું કે લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટર પૂર્વી મ્યાનમારના વિસ્તારો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યુ હતુ જ્યાં તે અને તેના સ્વયંસેવકો નાગરિકોને તબીબી અને ખાદ્ય સહાય પૂરી પાડતા હતા.

આ પણ વાંચો  : Border Dispute: સરહદ વિસ્તારોમાં શાંતિ માટે દ્વિપક્ષીય સંબંધો સામાન્ય હોવા જરૂરી, ચીનના વિદેશ પ્રધાન વાંગ સાથેની વાતચીતમાં ભારતે રજૂઆત કરી

આ પણ વાંચો  : રશિયા પર ઊર્જા નિર્ભરતા ઘટાડવા માટે સાથે આવ્યા યુએસ અને યુરોપિયન દેશો, ભાગીદારીની થઈ જાહેરાત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati